વાહનચાલકોને પોલીસ ચોકીમાં ગેરકાયદેસર ના લઈ જઈ શકાય, તમે નોંધાવી શકો છો ફરિયાદ

તમે રસ્તા પર તમારું વાહન લઈને જતા હોવ અને કોઈ કારણસર પોલીસ અથવા ટ્રાફિક સિગ્નલ પર હાજર ટીઆરબી જવાન તમને રોકીને પોલીસ મથક ઉપર લઈ જઈ શકે ખરાં? તે તમારા વાહનની ચાવી લઈ શકે ખરાં?

વાહનચાલકોને પોલીસ ચોકીમાં ગેરકાયદેસર ના લઈ જઈ શકાય, તમે નોંધાવી શકો છો ફરિયાદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે ટીઆરબીનું કામ એ ફક્ત ટ્રાફિકને મેનેજ કરવાનું છે. ટીઆરબીના કોઈ પણ જવાન દંડ ઉઘરાવાની કાર્યવાહીમાં જોડાયેલા દેખાશે કે વાહનો રોકશે તો એમને કાર્યવાહીનો સામનો કરવો પડશે. આમ છતાં રસ્તાઓ પર આડા થઈને વાહનો રોકતા ટીઆરબીના જવાનોની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.  ટી.આર.બીનું કામ માત્રને માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે ટીઆરબી કોઈ પણ વાહન ચાલકનું લાઇસન્સની માંગણી કરી શકે નહીં. આવી ઘટના સમયે કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાનો પિત્તો ગુમાવી દઈને જાહેર સ્થળ પર ગાળા ગાળી કરવા લાગે છે. 

વાહન ચાલક સાથે કોઈ પણ અસભ્યતા બદલ ipcની ધારા 294બી, મારામારી કરવા બદલ ipc 323 અને પોલીસ ચોકીમાં ગેરકાયદેસર લઈ જવા બાબતે આઈપીસી ધારા 166એ મુજબ ગુનો નોંધાવી શકાય છે. જો પોલીસ કર્મચારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં ના આવે તો કોર્ટની અંદર સીઆરપીસી 156(3) મુજબ કાર્યવાહી કરી શકાય. આ સ્થિતિ તમારી સામે પણ લાગુ પડે છે જો તમે ખોટી રીતે દાદાગીરી કરશો તો સરકારી કામમાં રૂકાવટ બદલ પોલીસ પણ તમારી સામે કાર્યવાહી કરી શકે છે. 

શહેરોમાં ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલી નો ધંધો કરતા હોય છે. આ મામલે તમે કાર્યવાહી પણ કરી શકો છો. વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવાની સત્તા માત્ર હેડકોન્સ્ટેબલને છે એ પણ ઓનડ્યૂટી અને ડ્રેસકોડ સાથે. ટીઆરબી કે પોલીસ કોન્સ્ટેબલની જવાબદારી માત્ર ટ્રાફિકને મેનેજ કરવાની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news