સમાજની સભામાં ધારાસભ્યને ભારે પડ્યા ભાજપના વખાણ, લોકોએ હોબાળો કરી બેસાડી દીધા
Bharuch News: ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલા બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વસાવા હાજર…
Trending Photos
Bharuch News: વર્ષ 2024માં દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ભાજપ પણ અત્યારથી તેની તમામ તૈયારીઓ કરી રહ્યું છે. જેથી ભાજપના નેતાઓ પણ જ્યાં મોકો મળે ત્યાં પાર્ટીના વખાણ કરવાનું ચુકતા નથી. જોકે, ભરૂચમાં એક ધારાસભ્યને સામાજિક કાર્યક્રમમાં ભાજપના વખાણ કરવા ભારે પડ્યાં. આ કાર્યક્રમમાં આસપાસના કઈ કેટલાંય ગામોમાંથી લોકો એકઠાં થયા હતાં. એવામાં ધારાસભ્ય મેડમે મંચ પરથી જેવા ભાજપના વખાણ શરૂ કર્યા કે તરત જ થયું ધિંગાણું.
કાર્યક્રમમાં હાજર આદિવાસી સમાજના લોકોએ કાગારોળ કરીને બેસને બેસાડી દીધાં. આ કાર્યક્રમમાં લોકોએ ખુલીને ભાજપ સામે પોતાના આક્રોશ વ્યક્ત કર્યો. ના છુટકે ધારાસભ્ય મેડમને મંચ પરથી ભાષણ અટકાવવું પડ્યું અને બેસી જવું પડ્યું. એટલું જ નહીં મોકો જોઈને તેમણે સ્થિતિની ગંભીરતા જોઈને બેને ઝડપથી કાર્યક્રમનું સ્થળ છોડીને પણ નીકળી જવું પડ્યું હતું. આ ઘટના બની છે રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં. જ્યાં એકઠો થયો હતો સમસ્ત વસાવા સમાજ.
ઝઘડિયાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વસાવા હાજર રહ્યા હતા. ધારાસભ્યએ સ્ટેજ પરથી પોતાના ભાષણ દરમિયાન ભરૂચ ભાજપના વખાણ ચાલુ કરતા લોકોએ પીઠ ફેરવીને ઊભા થવા લાગ્યા હતા. છતાં ધારાસભ્યએ ભાષણ ચાલુ રાખતા લોકો મંચ સુધી પહોંચીને બેસી જવાની બુમા પાડવા લાગ્યા હતા. પબ્લિકે બુમોપણ પાડી હતી કે, ભાજપ આદિવાસી વિરોધી છે. બાદમાં દર્શનાબેનનું ભાષણ અટકાવીને બેસાડી દેવામાં આવ્યા હતા.
સભા બાદ કાર પર પથ્થરમારો-
સભા બાદ આદિવાસી સમાજના અગ્રણી આગેવાન અને વ્યવસાયે ડોક્ટર શાંતિકર વસાવાની કાર પર પથ્થરમારાની ઘટના બની હતી. શાંતિકર વસાવાએ મંચ ઉપરથી રાજકીય નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજ પાછળ છે તેમાં રાજકીય નેતાઓનો પણ ભાગ છે. જે બાદ સાંસદ મનસુખભાઇ વસાવા એ પોતાની જગ્યા પરથી ઉભા થઇને વિરોધ કર્યો કર્યો હતો અને ગુસ્સે ભરાયા હતાં. મનસુખ વસાવાએ વિરોધ કર્યો તો જનમેદનીએ શાંતિકર વસાવાના સમર્થનમાં આવી ભાષણ ચાલુ રાખવાની માંગ કરી હતી. તો મનસુખ વસાવાએ કહ્યું, શાંતિકર વસાવાને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. આ બાદ સભામાંથી પાછા જતા સમયે નેત્રંગ ચારરસ્તા પાસે ચાર ઈસમોએ તેમની કારને અટકાવવાનો પ્રયાસ કર્યો અને કાર ઉપર પથ્થરમારો કર્યો હતો. હુમલા અંગે શાંતિકર વસાવાએ કહ્યું હતું કે, આજે મેં જે વ્યક્તવ્ય આપ્યું તે કોઈને ગમ્યું ન હોય એટલે આ હુમલો થયો હોય એવું મને લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે