અગ્નિકાંડ

સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

સુરતની તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટનામાં એક તરફ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને મહાનગર પાલિકા તપાસ કરી રહી છે, તો બીજી તરફ બેજવાબદાર અને લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો પણ સુઓમોટો કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીએ પાલિકાના વધુ એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. ત્યારે એસીબીના સકંજામાં ઈજનેર હરેરામસિંઘ બીજી વખત આવ્યો છે. એસીબીએ હરેરામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

Jul 29, 2019, 08:13 AM IST

તક્ષશિલા અગ્નિકાંડ: ક્રાઇમબ્રાંચે 4 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી રજૂ

સુરત સહિત દેશને હચમચાવી નાંખનારા તક્ષશિલા આર્કેડનાં અગ્નિકાંડમાં થયેલા 22 લોકોના મોતના કેસમાં તપાસ એજન્સી એવી સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસનો અહેવાલ સુરત જીલ્લા કોર્ટમાં રજુ કર્યો છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર-પાલિકા-ફાયર અને ડીજીવીસીએલની ગંભીર લાપરવાહીને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના 59 દિવસ બાદ આજે ક્રાઇમબ્રાંચે 11 તહોમતદારો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ક્રાઈમ બ્રાંચે 4000થી વધુ પાનાની ચાર્જશીટ બનાવી છે.

Jul 22, 2019, 11:29 PM IST

સુરત : 22 માસુમોનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

22 નિર્દોષોનો ભોગ લેનારી સુરતની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગની ઘટનાને દોઢ મહિનો થયો છે, ત્યારે મહાનગરપાલિકાએ તક્ષશિલા આર્કેડના ગેરકાયદેસર અને જર્જરિત ભાગને તોડી પાડ્યો હતો. મહાનગરપાલિકાએ ચોથા માળે ગેરકાયદેસર રીતે બનેલ 4350 ચોરસ ફૂટ ડોમનું ડિમોલિશન કર્યું હતું. 

Jul 17, 2019, 09:38 AM IST

સુરત આગકાંડ : વાલીઓ તરફી વકીલની કારમાંથી થઈ અગ્નિકાંડના દસ્તાવેજોની ચોરી

સુરત આગ કાંડમાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા, જેમનો કેસ હાલ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ તરફી વકીલના કારમાંથી દસ્તાવેજની ચોરી કરવામાં આવી હતી. બેગમાંના ડોક્યુમેન્ટ્સ ચોર દ્વારા ભંગારની દુકાને પહોંચ્યા હતા.

Jul 3, 2019, 02:33 PM IST

સુરત આગકાંડ : પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે એક મહિનો વીતી ગયો હોવા છતા હજી પણ ઉપરી અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફકત ફાયરના નાના અધિકારીઓને નિશાન બનાવીને તેમના વિરુદ્ધા ગુનો નોંધવામા આવ્યો હતો. જો કે હજી સુધી ડીજીવીસીએલના અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની પૂછપરછ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો નથી. જેને કારણે આજ રોજ 22 મૃતકોના પરિવારજનો ઘટના સ્થળની બહાર જ ધરણા પર બેસ્યા હતા. 

Jun 30, 2019, 03:30 PM IST

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનામાં સૌથી પહેલા જેલમાં ધકેલાયેલા કોચિંગ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. જામીન અરજી ઉપર કોર્ટમાં ફેંસલો લેવામાં આવે તે પહેલા જયેશ કાનાણી અને રમેશ ખંડેલા નામના બે વાલીઓએ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ કરતા ભાર્ગવ બુટાણીની મુશ્કેલીઓ વધી છે. બુટાણીએ વાલીઓને ગુમરાહ કરી સોગંદનામાં ઉપર સહીઓ કરાવી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.

Jun 18, 2019, 03:59 PM IST

સુરતના ફરાર પોલીસ કર્મીઓ અંગે ગુજરાત પોલીસ વડા બોલ્યા, ‘કડક પગલા લઈશું’

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા સમયાંતરે ગાંધીનગર ખાતે શહેરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં.

Jun 10, 2019, 02:23 PM IST

સ્કૂલ ખૂલતાની સાથે જ સુરતની શાળામાં લાગી આગ, આખરે કામ આવ્યા ફાયરના સાધનો

સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે લાગેલી આગની ઘટના બાદ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તથા સાધનોના ઉપયોગ અંગે તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે જ સુરતની એક સ્કૂલમાં મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી.

Jun 10, 2019, 10:53 AM IST
Surat Fire Tragedy: Young Men Write Letter With Blood To CM Rupani PT1M48S

યુવકોએ કેમ લખ્યો મુખ્યમંત્રીને લોહીથી પત્ર, જુઓ વીડિયો

સુરત અગ્નિકાંડ મામલો: અગ્નિકાંડમાં મૃતક બાળકોને ન્યાય અપાવવા કરાઈ અનોખી પહેલ,સુરતના યુવાનો દ્વારા મોડી રાત્રે લોહીથી લખાયો પત્ર.

Jun 7, 2019, 08:20 AM IST

FSL રિપોર્ટમાં ખુલાસો, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે બીજા માળનું એસી યુનિટ કારણભૂત

દેશને હચમચાવી મુકનારા સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના જવાબદાર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ જે ફોરેન્સિક સાયન્સ લેબના રીપોર્ટની રાહ જોઈ રહી હતી, તે પ્રાથમિક રીપોર્ટ એફએસએસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. જેમાં કારણ કંઈક બીજુ જ નીકળ્યું છે. એસીના આઉટડોર યુનિટમાં સૌથી પહેલા આગ લાગી હોવાનું તારણ કહેવામાં આવ્યું છે, એ પણ બીજા માળનું...

Jun 3, 2019, 08:21 AM IST
Human Rights Aayog Ask Report About Surat Fire Tragedy PT3M13S

રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, જુઓ વીડિયો

રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, અસુવિધાવાળી ઈમારત સામે શું પગલાં ભર્યાનો એક મહિનામાં માગ્યો જવાબ, જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, કમિશનર, મનપા કમિશનરને લખ્યો પત્ર

Jun 1, 2019, 02:30 PM IST

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 

Jun 1, 2019, 09:11 AM IST
Mansukh Mandaviya Will Meet Surat Tragedy Victim's Family PT1M37S

મનસુખ માંડવિયા સુરતમાં કોની મુલાકાત કરશે, જુઓ વીડિયો

સુરત અગ્નિકાંડ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત પહોંચશે જ્યાં મનસુખ માંડવિયા આગકાંડમાં મૃત્યું પામેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવશે

Jun 1, 2019, 08:40 AM IST
Surat Fire Tragedy Update PT1M41S

સુરતના અગ્નિકાંડમાં ફાયર વિભાગના બે અધિકારીની ધરપકડ

સુરતના અગ્નિરકાંડમાં ફાયર વિભાગના બે અધિકારીઓની કરાઈ ધરપકડ, એસ કે આચાર્ય અને કિર્તી મોઢને કરાયા સસ્પેન્ડ, છ પહેલા ટ્યુશન ક્લાસિસનો સરવે ન કરતા કરાઈ કાર્યવાહી

May 31, 2019, 04:10 PM IST

ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ

સુરત આગકાંડનો બનાવ હજી પણ તાજો છે. લોકો હજી પણ એ 22 માસુમોના મોતનો મલાજો પણ સંભાળાયો નથી, ત્યાં અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. 

May 31, 2019, 10:33 AM IST

સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

સુરતના તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલ થયો છે. જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી, જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. 

May 30, 2019, 02:37 PM IST
Surat Fire Checking In School PT3M35S

સુરતના સરથાણા અગ્નિકાંડ બાદ તંત્ર એકશન, શાળાઓમાં કરાયું ચેકીંગ

સુરતના સરથાણા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યુ છે. સુરત જિલ્લા શિક્ષણાઘિકારીએ શહેરની તમામ સ્કુલોમા ફાયર સેફટી અંગેના સાધનો છે કે નહી તે અંગે તાપસ શરૂ કરી, શિક્ષણાધિકારીએ ડીંડોલી, લિંબાયત, પુણાગામ તથા ઉધના વિસ્તારોમા તપાસ શરુ કરી હતી. તપાસમાં કેટલીક સ્કુલોની ટેરેસ પર છાપરા, વાયરો બહાર લટકતા જોવા મળ્યા તો કેટલીક સ્કૂલો બીયુસી પરમિશન વગર ચાલી રહી હતી.

May 29, 2019, 05:45 PM IST

આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર ગેરકાયેદસર

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આપી જાહેર નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા ટેરેસ પર બનાવાયેલા ડોમ અને શેડ દૂર કરવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં શોપિંગ મોલ, શૈક્ષણિક સંકુલ, ધાર્મિક સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે, અને આ અંગે અખબારોમાં નોટીસ આપી લોકોને ચેતવણી પણ આપી દેવાઈ છે. લોકોને જાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ અપાયો છે, તો લોકો નહીં તોડે તો પાલિકા ડિમોલિશન કરશે તેવું તંત્ર દ્વારા કહી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં સતત બીજા દિવસે વિવિધ શહેરોમાં આ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

May 27, 2019, 03:58 PM IST
Demolition And Fire Safety Checking In Ahmedabad And Vadodara PT6M9S

સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ડીમોલેશનની કાર્યવાહી

સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ડીમોલેશનની કાર્યવાહી, સુરતના આઠ ઝોનમાં ડિમોલેશન તો અમદાવાદમાં કોમ્પ્લેક્ષ અને ટ્યુશન ક્લાસિસમાં કાર્યવાહી, વડોદરાની શાળાઓમાં ફાયર સેફ્ટીનું કરાયું ચેકિંગ

May 27, 2019, 12:40 PM IST
Surat Police Detain Hardik Patel PT26M22S

જુઓ કયા કારણે કરાઈ હાર્દિક પટેલની અટકાયત

અલ્પેશ કથરિયાને મળવા જઈ રહેલા કોંગ્રેસ નેતા હાર્કિદ પટેલની સુરતમાં અટકાયત, અગ્નિકાંડને લઈ ઉપવાસ પર બેસવાની આશંકાના પગલે પોલીસે કરી અટક

May 27, 2019, 12:40 PM IST