ગુજરાત પર ત્રિશૂળ સમાન ત્રણ સંકટ! વાવાઝોડું, માવઠું અને મોત આવી જાય એવી ઠંડી

Gujarat Weather Forecast : ગુજરાત પર હાલ ત્રણ અલગ અલગ સંકટ તોળાઈ રહ્યાં છે. એક  તરફ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વાવાઝોડું પોતાનું જોર બતાવી રહ્યું છે. ત્યારે ત્રીજી તરફ આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવી દે તેવી ઠંડીની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

ગુજરાત પર ત્રિશૂળ સમાન ત્રણ સંકટ! વાવાઝોડું, માવઠું અને મોત આવી જાય એવી ઠંડી

Cyclone Alert By Ambalal Patel Prediction : જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષા થઈ શકે છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે. 

આ ઠંડી મારી નાંખશે:
રાજ્યમાં બદલાતા વાતાવરણની સાથે સતત વધી રહ્યું છે ઠંડીનું જોર. કચ્છના નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી તો પોરબંદર, ડીસા અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન નોધાતાં લોકો ઠુંઠવાયા... તો સાથે અંબાલાલ પટેલની હાડ થીજવતી ઠંડીની આગાહી સાથે વાવાઝોડાની આગાહી પણ છે. સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. આવામાં હવેના દિવસો ગુજરાતીઓ માટે કાઢવા કપરા બની જશે. કારણ કે, આકાશમાંથી એક નહિ, બે આફત વરસવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વાવાઝોડા સાથે માવઠાના માર માટે તૈયાર રહેજો. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ હવે હાડ થીજવતી ઠંડી પડશે તેવુ પણ જણાવ્યું છે. ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. જોકે, હવામાન વિભાગે સત્તાવાર રીતે આ પ્રકારની આગાહી કરી નથી.

ઠંડુગાર રહેશે ગુજરાતઃ
આગાહી કાર અંબાલાલએ એવી પણ આગાહી કરી છેકે, ગુજરાતમાં સતત ઠંડુગાર વાતાવરણ રહે છે. ખાસ કરીને આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે. 

ક્યારે આવશે વાવાઝોડું?
આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news