ગુજરાતમાં કાતિલ ઠંડીનો એવો રાઉન્ડ આવશે કે ચાર સ્વેટર પણ ઓછા પડશે, ઉત્તરથી આવતા તોફાની પવાનોએ હાલત બગાડી

Gujarat Weather Forecast : ગુજરાતનાં 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું,,,  કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું,,,  પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં નોંધાયું 11થી 13 ડિગ્રી વચ્ચે રહ્યું તાપમાન

ગુજરાતમાં કાતિલ ઠંડીનો એવો રાઉન્ડ આવશે કે ચાર સ્વેટર પણ ઓછા પડશે, ઉત્તરથી આવતા તોફાની પવાનોએ હાલત બગાડી

Ambalal Patel Monsoon Prediction : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક હાલ સંપૂર્ણ થીજી ગયું છે. કડકડતી ઠંડીમાં દાલ તળાવનું પાણી જામી ગયું છે. તાપમાનનો પારો માઈનસમાં જતાં પાણી પણ જામી ગયું. બરફના જામી જતા તળાવમાં હોડી કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. તો માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીથી લોકો ઠુઠવાયા છે. માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાતા ઘાસ પર ફુલ અને પાંદડાઓ જામી ગયા. તો મેદાનો પર ઝાંકળવર્ષાના બિન્દુ જામી જતા ઠંડી વધી. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા. દિલ્હીમાં કાતિલ ઠંડીની સાથે ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ છે. શહેરના અક્ષરધામ પાસેના બ્રિજ પર ધુમ્મસની ચાદર ફેલાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો, જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ રાજસ્થાનના જયપુરમાં કડકડતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. રસ્તા પર ધુમ્મસની ચાદર ફેલાતા વિઝિબિલિટીમાં ભારે ઘટાડો નોંધાયો. હાઈવે પર જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું. સાથે જ અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ફેલાતા વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો. કડકડતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો. આ સ્થિતિ હાલ ઉત્તર ભારતના રાજ્યોની છે. પરંતુ ઉત્તર ભારતથી આવતા તોફાની અને બર્ફીલા પવનોને કારણે ગુજરાત પણ ઠંડુગાર બની ગયું છે. ગુજરાતમાં હાલ તમામ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. 

આખા ડિસેમ્બર મહિનામાં ઠંડી ગાયબ રહી હતી. 31 ડિસેમ્બરે પણ કોઈ ઠંડી અનુભવાઈ ન હતી. પરંતુ જાન્યુઆરી આવતા જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગુજરાતનાં 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે. કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં 11થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. આ વચ્ચે ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં ઠંડીની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. હાલ ઉત્તરના તેજીલા અને બરફીલા પવનોને કારણે ગુજરાતીઓ ઠુઠવાઈ રહ્યાં છે. 

હવામાનને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. તેમણે ચેતવણી આપી કે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન ઉપર મોટી અસર થશે. આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે. જોકે, આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહિવત છે. 

ફરી એક વાવાઝોડું આવશે 
અંબાલાલ પટેલે આગાહી કરી કે, અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે. 

ગુજરાતના શહેરો બન્યા હિલ સ્ટેશન 
તો બીજી તરફ, ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગના શહેરો અને ગામોમાં ગાઢ ધૂમમ્સની ચાદર ફેલાયેલી જોવા મળી છે. આ કારણે વિઝીબલિટી ઘટી છે. વાહન ચાલકો હેડ લાઈટ શરૂ રાખી આગળ ધીરે ધીરે વધી રહ્યા છે. તો વહેલી સવારે વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. જોકે, આગાહી મુજબ હજી ઠંડીનું જોર વધશે. 

હાલ સ્થિતિ એવી છે કે ગુજરાતનું કોઈ શહેર બાકી નહિ હોય, જ્યાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા ન મળ્યો હોય. હવામાન વિભાગના ગુરુવારે સવાર સુધીના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, રાજ્યના સાત વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રના ચાર સ્થળોએ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં અમરેલીમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 11.2 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદવાદમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વી તરફ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news