કાયદાનો ગાળિયો કસતા જ શિક્ષણ આલમમાં ચકચાર; મહેન્દ્ર પટેલે સુરતની વધુ બે શાળા સંચાલકોનો તોડ કર્યો

Education RTI Fraud : મહેન્દ્ર પટેલ દ્વારા સ્કૂલને લગતા અલગ અલગ મુદ્દાઓ પર આર.ટી.આઈ કરી જેના આધારે સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકીઓ આપી રૂપિયા પડાવતો હોવાની ફરિયાદો સામે આવી હતી. 

કાયદાનો ગાળિયો કસતા જ શિક્ષણ આલમમાં ચકચાર; મહેન્દ્ર પટેલે સુરતની વધુ બે શાળા સંચાલકોનો તોડ કર્યો

ઉદય રંજન/અમદાવાદ: સુરત સહિત અલગ અલગ જિલ્લાની શાળાઓમાં તોડ કરનાર મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર પટેલ દ્વારા સ્કૂલને લગતા અલગ અલગ મુદ્દાઓ પર આર.ટી.આઈ કરી જેના આધારે સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકીઓ આપી રૂપિયા પડાવતો હોવાની ફરિયાદો સામે આવી હતી. 

CID ક્રાઈમ દ્વારા પહેલો ગુનો નોંધાયા બાદ અન્ય પણ ભોગ બનનારા સ્કૂલ સંચાલકો સામે આવ્યા હતા અને ચાર જેટલી ફરિયાદો આજ દિવસ સુધી નોંધાય છે. અત્યાર સુધી સુરતનાં 3 સ્કૂલ સંચાલક અને ભાવનગરનાં એક સ્કૂલ સંચાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. Cid ક્રાઈમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં અલગ અલગ સ્કૂલ સંચાલકોને ધમકી આપી અત્યાર સુધી 1.26 કરોડ જેટલા રૂપિયા પડાવ્યા છે.

અલગ અલગ સ્કૂલો પાસેથી 66 લાખ,13 લાખ, 39 લાખ અને 8 લાખ પડાવ્યા છે. આરોપી મહેન્દ્ર પટેલનાં ઘરે અને ઓફિસમાંથી 20 થેલા ભરી દસ્તાવેજ મળ્યા છે. મહેન્દ્ર પટેલની પૂછપરછ માં એવું પણ સામે આવ્યું છે કે મહેન્દ્ર પટેલ છેલ્લા 30 વર્ષથી શિક્ષણ ખાતા સાથે સંકળાયેલો છે. સ્કૂલમાં જે પણ ત્રુટીઓ હોય તેની આર.ટી.આઈ કરી રૂપિયા પડાવતો હતો. આ ઉપરાંત શાળાઓની મંજૂરી તેમજ અન્ય મુદ્દાને લઈને શિક્ષણ વિભાગ સાથે લાઇઝનિંગ કરાવી આપી રૂપિયા મેળવતો હતો. પોલીસ હવે એ પણ તપાસ કરશે કે શિક્ષણ વિભાગના કોઈ કર્મચારી કે અન્ય વ્યક્તિ મહેન્દ્ર પટેલના સંપર્કમાં હતા કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 

મહેન્દ્ર પટેલ પાસેથી મળી આવેલા એક કરોડથી વધુની રકમ ક્યાંથી આવી છે તેની પોલીસ તપાસ શરૂ થઈ છે તેમજ મહેન્દ્ર પટેલના બેન્ક એકાઉન્ટની પણ તપાસવામાં આવી રહ્યા છે. જોકે હજી પણ આગામી દિવસોમાં વધુ શાળા સંચાલકો કે જે મહેન્દ્ર પટેલનો ભોગ બન્યા છે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news