13 માંગણીઓ સાથે રાજ્યભરના આરોગ્ય ખાતાના કર્મચારીઓ ઉતરી ગયા માસ CL પર

 રાજ્યભરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. રાજ્યમાં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નના પરિપેક્ષમાં કોઈ નિવેડો ન આવતાં તેમણે આ જાહેરાત કરી છે. પગારની વિસંગતતાઓ દૂર કરવાથી માંડીને ૧૩ જેટલા પડતર પ્રશ્નો સંદર્ભે વખતો વખત સરકારમાં રજૂઆત કરવા છતાં ન તેનો નિવેડો આવ્યો નથી. છેલ્લા કેટલાય સમયથી પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. કાળી પટ્ટી ધારણ કરવી, ધરણા કરવા જેવા કાર્યક્રમો આપ્યા બાદ સરકાર ન સાંભળતા આજે એક દિવસ માટે માસ સીએલ પર ઉતરી ગયા છે.
13 માંગણીઓ સાથે રાજ્યભરના આરોગ્ય ખાતાના કર્મચારીઓ ઉતરી ગયા માસ CL પર

ગુજરાત : રાજ્યભરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. રાજ્યમાં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નના પરિપેક્ષમાં કોઈ નિવેડો ન આવતાં તેમણે આ જાહેરાત કરી છે. પગારની વિસંગતતાઓ દૂર કરવાથી માંડીને ૧૩ જેટલા પડતર પ્રશ્નો સંદર્ભે વખતો વખત સરકારમાં રજૂઆત કરવા છતાં ન તેનો નિવેડો આવ્યો નથી. છેલ્લા કેટલાય સમયથી પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. કાળી પટ્ટી ધારણ કરવી, ધરણા કરવા જેવા કાર્યક્રમો આપ્યા બાદ સરકાર ન સાંભળતા આજે એક દિવસ માટે માસ સીએલ પર ઉતરી ગયા છે.

શું છે કર્મચારીઓની માંગણી : 

  • પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ કર્મચારી ગણવા
  • રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો
  • તાલુકા જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યા અપગ્રેડ કરવી
  • જિલ્લા મેલેરિયા અધિકારીમાં મેલેરિયા સુપરવાઈઝર અને લેબ ટેક. પેથોલોજી અને જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2 તરીકે બઢતી આપવી
  • નવા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજૂર કરી જગ્યાઓ ભરવી
  • જિલ્લા કક્ષાની ખાલી સુપરવાઇઝરની જગ્યાઓ બઢતી આપી ભરવામાં આવે
  • પંચાયત સેવાના કર્મીઓને નામભિધાન ફાર્મસીસ્ટ કરવા બાબત
  • ગ્રામ્ય કક્ષાએ મહિલા પેટા કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા મંજુર કરવા બાબત
  • તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફાર્મસીસ્ટની નવી જગ્યા ઉભી કરવામાં આવે
  • GNM કેડરમાં પંચાયતને નર્સિંગ અલાઇન્સ, યુનિ, વોશિંગ વગેરે અલાઉન્સ સ્ટેટ સ્ટાફ નર્સની જેમ લાભ આપવામાં આવે
  • આરોગ્ય અને મેડિકલ પ્રભાગના લેબ ટેક.ને ROP 1987થી પગારપંચ મુજબ 1400 - 2300ના બદલે 1400-2600 નો પગાર સુધારેલ છે, જે પંચાયતના લેબ ટેકને આપવાની માગ
  • લેબ ટેક.ને તાલુકા કક્ષાએ MSની જગ્યા પર શૂન્ય બજેટમાં લેબ સૂપરવાઇઝર તરીકેની કામગીરી સોંપી કામગીરી સુદ્રઢ કરવામાં આવે.

રાજ્યભરના કર્મચારીઓ માસ સીએલ પર

  • વડોદરા આરોગ્ય વિભાગના 567 કર્મચારીઓ ઉતર્યા માસ સીએલ પર ઉતર્યાં. કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કરશે. સરકાર સામે વિરોધમાં ગાંધીગીરી કરશે. સ્વચ્છતા અભિયાન અને બ્લડ ડોનેશન કરશે.
  • રાજકોટ જિલ્લા પંચાયતના 800 કર્મચારી માસ CL પર ઉતર્યાં. તેમણે કહ્યું કે, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 15 તારીખથી અચોક્સ મુદત હડતાલ પર જશે
  • સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી 850 કર્મચારી આજે માસ સીએલ પર ઉતર્યાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news