રાહુલ ગાંધીની નજીક ગણાતા આ નેતાની ટ્વિટથી મુંબઈ કોંગ્રેસમાં ભારે ખળભળાટ
Trending Photos
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ લોકસભા સભ્ય મિલન્દ દેવડાએ મંગળવારે કહ્યું કે પાર્ટીની મુંબઈ શાખામાં જે પણ કઈ થઈ રહ્યું છે તેનાથી તેઓ 'નિરાશ' છે. દેવડાએ એ પણ કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડવા મુદ્દે ફરીથી વિચાર કરશે અને જો હાલની સ્થિતિ કાયમ રહી તો તેઓ રાજકારણમાં રહેવા પણ નથી ઈચ્છતા.
ટ્વિટ કરીને કરી આ વાત
અનેક ટ્વિટ કરીને દેવડાએ કહ્યું કે કોંગ્રેસની મુંબઈ શાખા જૂથબાજીનું મેદાન ન બની શકે, જેમાં (પાર્ટીના) એક નેતાને બીજા નેતા સાથે ભીડાવવામાં આવે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના આંતરિક મામલાઓ પર સાર્વજનિક સ્તરે ચર્ચા કરવા નહતાં માંગતા પરંતુ હાલના ઈન્ટરવ્યુમાં કરાયેલી ટિપ્પણીઓએ તેમને વિવશ કરી દીધા કે તેઓ મુંબઈ કોંગ્રેસને શહેરની વિવિધતાનું પ્રતિક બનાવી રાખવાને લઈને પોતાની નક્કર પ્રતિબદ્ધતા દોહરાવે.
In a city like Mumbai, which is our economic and cultural capital, we need to bring people together. The Mumbai Congress cannot become a cricket pitch for sectarian politics, with leaders pitted against one other.
— Milind Deora (@milinddeora) February 5, 2019
મુંબઈ જેવા શહેરોને સાથે લાવવાની જરૂર-દેવડા
દેવડાએ કહ્યું કે મુંબઈ જેવા શહેરોમાં લોકોને એક સાથે લાવવાની જરૂર છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે જે પણ કઈ થઈ રહ્યું છે તેનાથી હું નિરાશ છું અને લોકસભા ચૂંટણી લડવાના મારા વલણથી પાર્ટી અવગત છે. જો કે મને અમારા કેન્દ્રીય નેતૃત્વ અને અમારી પાર્ટીની વિચારધારા તથા સિદ્ધાંતોને લઈને તેમની પ્રતિબદ્ધતા પર પૂરેપૂરો વિશ્વાસ છે.
કોંગ્રેસના નેતાઓની કરી ખાસ અપીલ
દેવડાએ કહ્યું કે "હું મુંબઈમાં કોંગ્રેસના તમામ નેતાઓને અપીલ કરું છું કે તેઓ એક ટીમ તરીકે એકજૂથ રહે. પોતાની પાર્ટી અને કોંગ્રેસ અધ્યક્ષ ( રાહુલ ગાંધી) માટે આપણે આટલું તો કરવું જ જોઈએ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે