જિજ્ઞેશ મેવાણીને બોલાવવાનો વિવાદ : H.K આર્ટસ કોલેજના પ્રિન્સીપાલે આપ્યું રાજીનામુ
અમદાવાદની પ્રખ્યાત એચ.કે આર્ટસ કોલેજમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના મુદ્દે હવે કોલેજના પ્રિન્સીપાલ હેમંત શાહે રાજીનામુ આપ્યું છું. જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનાર વાર્ષિકોત્સવ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી ટ્રસ્ટી મંડળને રાજીનામુ ધર્યું હતું.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદની પ્રખ્યાત એચ.કે આર્ટસ કોલેજમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના મુદ્દે હવે કોલેજના પ્રિન્સીપાલ હેમંત શાહે રાજીનામુ આપ્યું છું. જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનાર વાર્ષિકોત્સવ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી ટ્રસ્ટી મંડળને રાજીનામુ ધર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની એચ.કે આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ નિમિત્તે આ જ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી અને હાલ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને અતિથિ તરીકે બોલાવવાનું પ્રયોજન હતું. પરંતુ કોલેજના કેટલાક વિદ્યાર્થી નેતાઓએ જિજ્ઞેશ મેવાણીનો વિરોધ ક્રયો હતો. જિજ્ઞેશ મેવાણી આવશે તો ધમાલ થશે તેવી રજૂઆત આ વિદ્યાર્થી નેતાઓ દ્વારા ટ્રસ્ટને કરાઈ હતી. આ રજૂઆત બાદ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ માટે હોલ વાપરવાનો ઈન્કાર કરાયો હતો. જેથી કરીને એચ.કે.આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે રાજીનામુ આપ્યું છે.
પ્રિન્સીપાલે રાજીનામુ ધરતા કહ્યું કે, માનવી સંસ્થાઓનો ગુલામ બન્યો છે. હુ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો ગુલામ બની શકુ નહિ. ટ્રસ્ટીઓએ લીધેલા નિર્ણયથી મારો અંતરાત્મ સખત દુભાયો છે અને એક મનુષ્ય તરીકેની મારી સ્વતંત્રતાને ભયંકર ઠેસ પહોંચી છે. તેથી આ સંજોગોમાં હું કોલેજના આચાર્યપદે મુક્ત અને સ્વતંત્ર કામ કરી શકું તેમ મને લાગતું નથી. તેથી હું રાજીનામુ આપું છું અને તારીખ 15 ફેબ્રુઆરીના રોજ કોલેજના કામકાજના કલાકો પછી એટલે કે 12.00 વાગ્યાથી આચાર્ય તરીકેનું મારું કોઈ કામકાજ કરીશ નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે