અનામત મામલે કોંગ્રેસની હાર્દિકને બાંહેધરી, ગૃહમાં સત્ર દરમિયાન ચર્ચાની માંગ કરીશું

પાટીદારોને અનામત આપવા અંગે કોંગ્રેસ શું વિચારે છે તે અંગે તેણે ધાનાણી સાથે ચર્ચા કરી અને કોંગ્રેસે અનામત અંગેનું બિલ વિધાનસભામાં મૂક્યું છે ત્યારે આ બિલ આગામી સત્રમાં સુધારા સાથે કઈ રીતે પસાર થશે તે અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ, આ ખાનગી બિલને પ્રાથમિકતા આપીને ગૃહમાં સત્ર દરમિયાન ચર્ચા કરવાની માગ કરશે તેવી પરેશ ધાનાણીએ બાંહેધરી આપી હતી

અનામત મામલે કોંગ્રેસની હાર્દિકને બાંહેધરી, ગૃહમાં સત્ર દરમિયાન ચર્ચાની માંગ કરીશું

અમદાવાદ : અનામતને લઈને વિધાનસભા ઈલેક્શન પહેલા કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે ચર્ચા થઈ હતી. ત્યારે કોંગ્રેસે કહ્યું હતુ કે જો તેમની સરકાર આવશે તો અનામત આપીશું. ત્યારે કોંગ્રેસ અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મળ્યો હતો. પાટીદારોને અનામત આપવા અંગે કોંગ્રેસ શું વિચારે છે તે અંગે તેણે ધાનાણી સાથે ચર્ચા કરી અને કોંગ્રેસે અનામત અંગેનું બિલ વિધાનસભામાં મૂક્યું છે ત્યારે આ બિલ આગામી સત્રમાં સુધારા સાથે કઈ રીતે પસાર થશે તે અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ, આ ખાનગી બિલને પ્રાથમિકતા આપીને ગૃહમાં સત્ર દરમિયાન ચર્ચા કરવાની માગ કરશે તેવી પરેશ ધાનાણીએ બાંહેધરી આપી હતી. આશરે સવા કલાક સુધી પરેશ ધાનાણી સાથે હાર્દિક પટેલ અને તેના સાથીઓએ ચર્ચા કરી. જે બાદ હાર્દિકે જણાવ્યું કે સત્તામાં બેઠેલા શાસકોમાં અભિમાન આવી ગયું છે, તેથી અપેક્ષા સાથે વિપક્ષ પાસે આ ચર્ચા કરવા આવવું પડ્યું.

હાર્દિકે શું કહ્યું... 

હાર્દિકે કહ્યું હતું કે, આજદિન સુધી પાટીદાર સમાજે બિનઅનામત વર્ગમાં આવતા કોઈ પણનો સામાજિક કે આર્થિક ધોરણે સરવે કર્યો નથી. તે અમારી વિનંતી રાજ્ય સરકાર તથા વિપક્ષને છે કે, આ સરવે બાદ અમારી માંગણી ગુજરાતના તમામ યુવક-યુવતીઓ માટે છે. તેમની રોજગારી માટેની છે. ગુજરાતના તમામ સમાજને જે મળતુ હશે, તેના માટે અમે ખુશ છીએ. ગુજરાતમાં દરેકને લાભ મળવો જોઈએ. કોંગ્રેસે કહ્યું છે કે, આગામી વિધાનસભા સત્રમાં તેઓ ચર્ચા કરશે. 

હાર્દિકે કહ્યું કે, કોઈનું છીનવું લેવું એ અમારા લોહીમાં નથી, અને કોઈનું પડાવી લેવું એ અમારા સંસ્કારોમા પણ નથી. જે સમાજને મળે છે તે તેને દિલથી મળવું જોઈએ. પાછળ પડેલા સમાજને પણ લાભ મળે તેવા વિચારો સાથે અમે પરેશ ધાનાણીને મળ્યા હતા. ભાજપ ન કોઈ સમાજ, ન કોઈ યુવાન કે ખેડૂતોનું સારુ કરી રહી છે. તો આવી પાર્ટીએ રાજીનામુ આપી દેવું જોઈએ. 

પરેશ ધાનાણીએ મીડિયાને કહ્યુ કે, હાર્દિકે જે માંગણી અને મુદ્દા રજૂ કર્યા તેને લઈને 11 ફેબ્રુઆરી, 2016ના રોજ મેં વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલ દાખલ કર્યું હતું. અનુસૂચિત જાતિ, જનજાતિ, અનુસૂચિત આદિજાતિ અને બક્ષીપંચ સમાજના આરક્ષણને અસર ન થાય તે રીતે વધારાના 15 ટકા બિનઅનામત વર્ગના દરેક સમાજના લોકોને શિક્ષણ અને રોજગારમા આરક્ષણથી તકો પ્રાપ્ત થાય, 15 ટકા અનામત માટે માંગણી કરી હતી. અમે વિધાનસભામા 2 ખાનગી બિલ રજૂ કર્યા હતા. હું સરકારને વિનંતી કરું છું કે, અમે જે બિલ દાખલ કર્યુ છે, તેને સર્વાનુમતે વિધાનસભામાં પાસ કરાય.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news