અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

Updated By: Jul 15, 2020, 08:29 PM IST
અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સાંજે 7 કલાક આસપાસ અંધારુ છવાયું હતું. ત્યારબાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના પ્રહલાદનગર, સેટેલાઇટ, જોધપુર, એસજી હાઈવે, જીવરાજ પાર્ક, બોપલ, ઘુમા, વસ્ત્રાપુર, બોડકદેવ, નારણપુરા સહિત અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. 

અમદાવાદમાં મેઘરાજાની પધરામણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં સાંજે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થયો છે. તો વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી. 

શહેરમાં એક કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ
અમદાવાદ શહેરમાં સાંજે 7થી 8 વચ્ચે સરેરાશ પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ગોતામાં દોઢ ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. તો બોડકદેવ અને વટવામાં પણ એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં દિવસ દરમિયાન 78 તાલુકામાં વરસાદ
જો ગુજરાતની વાત કરવામાં આવે તો સાંજે 6 કલાક સુધી રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધંધુકામાં સાંજે 4 કલાકથી છ કલાક વચ્ચે બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો જામનગરના જામજોધપુરમાં બે કલાકમાં દોઢ ઇંચ અને અરવલ્લીના મેઘરજમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના વાડીયામાં પણ એક ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. તો વલસાડના ઉમરગામમાં સાંજે છ કલાક સુધી કુલ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube