હવે હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગોળ ગોળ ચક્કર મારી શકશો

 કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે  પ્રથમવાર  હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેટ્યુ જોતા હતા. ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકાશે. આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ  શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે. 

Updated By: Dec 24, 2018, 02:08 PM IST
હવે હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગોળ ગોળ ચક્કર મારી શકશો

કેવડીયા કોલોની : કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે  પ્રથમવાર  હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેટ્યુ જોતા હતા. ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકાશે. આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ  શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે. 

Photos: આ ગુજરાતીઓને સિંહ સાથેની સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો હતો

હેલિકોપ્ટર સેવાની ખાસિયત

  •  હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. 
  •  10 મિનિટની હવાઈ મુસાફરી રહેશે
  •  આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશે
  • એક સવારીમાં હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસી બેસી શકશે 

12 નબીરાઓને દારૂ-હુક્કાની મોજ કરવી ભારે પડી, પહોંચી ગઈ પોલીસ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા લોકો માટે હવે આ સુવિધા ઉમેરાતા મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ પણ સુવિધાના વખાણ કર્યા હતા. હેલિકોપ્ટરમાં મુસાફરોની સલામતીનું પૂરતુ ધ્યાન રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાશમાંથી જોવાનો નજારો તેમના માટે અકલ્પનીય હતો તેવું તેમણે કહ્યું હતું. આ સેવા ગુજરાત સરકારના સહકારથી શરૂ થઈ છે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા માટે કરો ક્લિક