સુરતના પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રન: આઇશરે અડફેટે લેતા ત્રણ પૈકી એકનું મોત

પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બુધવારે રાત્રે બાઇક પર જઇ રહેલા ત્રણ મિત્રોને ટેમ્પો દ્વારા અડફેટે ચડાવાયા હતા. અકસ્માતમાં આઇસર ટેમ્પોના ચાલક નાસી છુટ્યા હતા. જેના પગલે રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ત્રણેય મિત્રોને સ્થાનિકોએ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજ્યું હતું. 
સુરતના પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રન: આઇશરે અડફેટે લેતા ત્રણ પૈકી એકનું મોત

સુરત : પુણા કેનાલ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બુધવારે રાત્રે બાઇક પર જઇ રહેલા ત્રણ મિત્રોને ટેમ્પો દ્વારા અડફેટે ચડાવાયા હતા. અકસ્માતમાં આઇસર ટેમ્પોના ચાલક નાસી છુટ્યા હતા. જેના પગલે રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ત્રણેય મિત્રોને સ્થાનિકોએ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત નિપજ્યું હતું. 

Gujarat Corona Update: નવા 990 કોરોના દર્દી, 11181 સાજા થયા, 08 દર્દીઓનાં કોરોનાને કારણે મોત
પુણા કેનાલ રોડ પર બાઇક અને આઇસર ટેમ્પો (GJ 7Y 3111) દ્વારા બાઇકને અડફેટે લેવામાં આવી હતી. જો કે અકસ્માત બાદ આઇસરનો ડ્રાઇવર ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. બુધવાર રાતેર 08.15 ની ઘટના બની હતી. રાહદારીઓ દ્વારા 108ને ફોન કરીને તમામ મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બેની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

બાઇક પર જઇ રહેલા ઇજાગ્રસ્ત નિલેશ ભડક (ઉ.વ 30) હેન્ડ વર્કનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. નિલેશ પરિવારનો એકનો એક પુત્ર છે. નિલેશનું સ્મીમેર હોસ્પિટલ ખાતે ગંભીર સ્થિતીમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા બે અન્ય લોકોને તત્કાલ તેમના પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે તેમની સ્થિતી પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news