ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, બાકી દારૂડિયા તો દરેક ગલીના નાકે ભટકે છે

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, બાકી દારૂડિયા તો દરેક ગલીના નાકે ભટકે છે
  •  જો સુરક્ષાનું ધ્યાન રાખનારા હોમગાર્ડના જવાનો જ આ રીતે ખુલ્લેઆમ દારૂ પીતા દેખાય તો શરમજનક વાત કહેવાય. આવા જવાનો પર કાર્યવાહી ક્યારે થશે

કિરણસિંહ ગોહિલ/સુરત :ગુજરાતમાં દારૂબંધી (liquor ban) માત્ર કાગળ પર છે, બાકી દારૂડિયા તો દરેક ગલીના નાકે જોવા મળી જાય છે. દારૂની પાર્ટીઓના કિસ્સા કાને સતત પડતા રહે છે. ગુજરાતમાં છૂપી રીતે ઘૂસાડાતો દારૂ પણ અનેકવાર પકડાય છે. આવામાં ઓલપાડના ડભારી દરિયાકાંઠેથી એક વીડિયો (viral video) સામે આવ્યો છે. હોમગાર્ડના જવાનો જ દારૂની મસ્તીમાં ટૂન થઈને બીચ પર પાર્ટી કરતા દેખાયા છે. દારૂ પીને હોમગાર્ડના જવાનો ગીતો લલકારી રહ્યાં છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોમાં હોમગાર્ડનો સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ દેખાઈ રહ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થયો છે.  

આ વીડિયો 26 જાન્યુઆરી ( 26 january ) નો હોવાનું કહેવાય છે. વીડિયોમાં 6 થી 7 યુવકો દારૂની પાર્ટી ( liquor party ) માણતા દેખાઈ રહ્યાં છે. યુવકો બીચ પર હંગામો કરતા દેખાઈ રહ્યાં છે. પહેલા તો દારૂની બોટલ અને બાઈટિંગ નજરે પડે છે. તો બાદમાં યુવકો માથા પર દારૂની બોટલ મૂકીને નાચવા લાગે છે. ફિલ્મો ગીતો વગાડીને યુવકોએ ઠુમકા માર્યા હતા. દરિયા કિનારે નાચગાન કરી રહેલા આ યુવકો નશામાં ચૂર થયેલા દેખાઈ રહ્યાં છે. 

No description available.

No description available.

No description available.

જોકે, જો સુરક્ષાનું ધ્યાન રાખનારા હોમગાર્ડના જવાનો (home guard jawan) જ આ રીતે ખુલ્લેઆમ દારૂ પીતા દેખાય તો શરમજનક વાત કહેવાય. આવા જવાનો પર કાર્યવાહી ક્યારે થશે. ક્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળમાંથી નીકળીને બહાર આવશે અને તેનીન કડક અમલવારી કરાશે, જેથી આવી ઘટનાઓને ડામી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news