દિવાળીની રાતે રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 6 લોકો ઈજાગ્રસ્ત

Rajkot Accident : રાજકોટમાં નબીરો ભાન ભૂલ્યો, નશાની હાલતમાં હોવાની શંકા, પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર ચલાવી 9 વાહનને ઉડાડ્યાં, દિવાળીએ જ 5થી 6 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા

દિવાળીની રાતે રાજકોટના નબીરાએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો, 6 લોકો ઈજાગ્રસ્ત

Rajkot News : ગુજરાતમાં નબીરાઓ બેફામ બની રહ્યાં છે. હાથમાં મોંઘીદાટ ગાડી આવે એટલે મોટા ઘરના નબીરાઓને અકસ્માત સર્જવાનો પરવાનો મળી જતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ કોટેચા ચોક નજીક નબીરાએ અકસ્માત સર્જ્ય હતો. નબીરાએ બેફામ કાર ચલાવીને 8થી 9 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માતમાં બે યુવાનની હાલત અત્યંત ગંભીર છે. બંને યુવાનો હાલ સારવાર હેઠળ છે. પોલીસે આરોપી કારચાલક હિરેન પ્રસાદિયાની ધરપકડ કરી છે. આરોપી નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનો લોકોનો આરોપ છે. પોલીસે હિરેન પ્રસાદિયાની પૂછપરછ પણ હાથ ધરી છે. હિરેન પ્રસાદિયાની કાર ગાંધીનગર પાસિંગની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે કારમાં એક મહિલા સહિત ત્રણ લોકો હાજર હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડીરાત્રે શહેરના કોટેચા ચોકમાં એક કાળાં કલરની એકાબુ ફોર્ચ્યુનર અને એન્ડેવર લકઝરીયસ કારે અનેકને અડફેટે લીધા હતા. કારે અકસ્માત સર્જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ફોર્ચ્યુનર અને એન્ડેવર લકઝુરીયસ કારે અકસમાત સર્જતાં અનેક લોકો ઘાયલ થયા છે. એક તરફ લોક દિવાળીના સપરમા દિવસે શહેરીજનો ઉજવણીના માહોલમાં વ્યસ્ત હતા ત્યારે એક બેકાબુ કારે ઘણા બધા લોકોને અડફેટે લેતા અફરાતફરી સર્જાઈ હતી.

Add Zee News as a Preferred Source

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news