કયો મત ક્યાં જાય છે મને બધી ખબર છે! જયેશ રાદડિયાએ મતદારોને પરોક્ષ રીતે ધમકાવ્યા?
સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. તેવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ચૂંટણી પ્રચાર દરમિયાન બફાટ કરતા હોય તેમ અથવા તો ધમકીના સુરમાં ચેતવણી આપતા હોય તેવી ચિમકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પડધરીનો છે. પડધરીમાં ખેડૂતો સાથેની સભામાં તેમણે કહ્યું કે, આ બટન દબાવવાની ચૂંટણી નથી, કોણ કોને મત આપે છે હું જાણી શકુ છું. મતદાન પહેલા એક કાપલી ટેબલ પર રહે છે જેમાં નામના આધારે મને 2 મહિને પણ ખબર પડશે કે મતદાતાએ કોને મત આપ્યો છે.
Trending Photos
રાજકોટ : સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. તેવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ચૂંટણી પ્રચાર દરમિયાન બફાટ કરતા હોય તેમ અથવા તો ધમકીના સુરમાં ચેતવણી આપતા હોય તેવી ચિમકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પડધરીનો છે. પડધરીમાં ખેડૂતો સાથેની સભામાં તેમણે કહ્યું કે, આ બટન દબાવવાની ચૂંટણી નથી, કોણ કોને મત આપે છે હું જાણી શકુ છું. મતદાન પહેલા એક કાપલી ટેબલ પર રહે છે જેમાં નામના આધારે મને 2 મહિને પણ ખબર પડશે કે મતદાતાએ કોને મત આપ્યો છે.
પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની હાજરીમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેપુર ગામે બે દિવસ પહેલા સભા આયોજીત કરાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી સમર્થીત સહકાર પેનલના ઉમેદવારોના પ્રચાર અર્થે પડધરી તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખો તેમજ વ્યવસ્થાપક કમિટી સભ્યો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ દરમિયાન પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા આડકતરી રીતે મતદારોને ધમકાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે, આગલા દિવસે ભેગા થઇશું ત્યારે તેમને એક કાપલી અપાશે. જેમાં નામ અને નિશાન લખેલા હશે. જે અંદર લઇ જવાનું છે. તેમાં કંઇ મુશ્કેલી નહી પડે. ચૂંટણીની અંદર જવુ હોય, રાજકારણ કરવું કઇ ફેર નથી પડતો. 150 લઇ જાય કે 170 તેમ છતા કંઇ ફેર નહી પડે. બાકી હમણા જોવું હોય તો જોઇ લઇ. હમણા ડાયાભાઇ મત દેવા ગયા 138 નંબરની કાપલી છે તો અંદર ત્યાં 138 નંબર આવે. 2 મહિના પછી જોવું હોય કે 138 નંબરનો વોટ ક્યાં ગયો હતો તે જોઇ શકું છું. આ જોઇ શકાય છે તેમાં કંઇ જ મુશ્કેલ નથી. અન્ય ચૂંટણીમાં મતદાર બટન જેવું દબાવીને જતો રહે તો ખબર ન પડે અહીં તો 138 લખેલી કાપલીમાં પણ નામ લખ્યું હોય તો 2 મહિને ખબર પડી જ જાય કે ડાયાભાઇએ કોને મત આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે