પરપ્રાંતીયો પર હુમલાના વિરોધમાં બોલ્યા અહેમદ પટેલ, નિર્દોષો પર હુમલા યોગ્ય નથી

મુંબઈમાં એક સમયે ઉત્તર ભારતીયોને નિશાને બનાવવાનું ઉદાહરણ આપતા અહેમદ પટેલે કહ્યું, નિર્દોષ લોકો સાથે આમ ન થવું જોઈએ, તે બધા ભારતીય છે.

પરપ્રાંતીયો પર હુમલાના વિરોધમાં બોલ્યા અહેમદ પટેલ, નિર્દોષો પર હુમલા યોગ્ય નથી

અમદાવાદઃ રાજ્યમાં બળાત્કારની ઘટના બાદ ઉત્તર ભારતીયો પર હુમલાની ઘટના બાદ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાજ્ય સરકારને ચેતવણી આપી છે. આરોપી બિહારનો હોવાને કારણે બિહાર અને યૂપીના લોકોને નિશાને બનાવવા અને તેને ગુજરાત છોડવા માટે દબાવ બનાવવાની ઘટના બાદ અહેમદ પટેલે કહ્યું કે, નિર્દોષ લોકો સાથે આમ ન કરવું જોઈએ, તે બધા ભારતીય છે. મુંબઈમાં એક સમયે ઉત્તર ભારતીયોને નિશાને બનાવવાનું ઉદાહરણ આપતા અહેમદ પટેલે કહ્યું, નિર્દોષ લોકો સાથે આમ ન થવું જોઈએ, તે બધા ભારતીય છે. જો આ એક ક્ષેત્રમાં થશે તો બીજા ક્ષેત્રમાં પણ થવા લાગશે, મુંબઈ તેનું ઉદાહરણ છે. જો કોઈ ગુનો કરે તો કાયદાએ તેનું કામ કરવું જોઈએ. 

ઉત્તર ભારતીયોનો બચાવ કરતા પટેલે કહ્યું, જો એક-બે લોકોએ ગુનો કર્યો છે તો તમામને નિશાન ન બનાવવા જોઈએ. જે નિર્દોષ છે તેની રક્ષા થવી જોઈએ. રાજ્ય સરકારે તપાસ કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ. મહત્વનું છે કે, હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે બળાત્કારની ઘટના બન્યા બાદ રાજ્યમાં બિન-ગુજરાતી લોકો પર હુમલા શરૂ થયા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલાઓ ચાલુ છે. 

અત્યાર સુધી 47ની ધરપકડ
પરપ્રાંતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ઉત્તર ભારતીયો રહે છે તે વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે અશાંતિ ફેલાવનારા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસે 47 લોકોની ધરપકડ પણ કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં આ પરપ્રાંતીયો પર શરૂ થયેલા હુમલાઓ બાદ હજારો લોકો હિરજત કરીને પોતાના વતન પરત ફરી ગયા છે. 

પરપ્રાંતીયોને સુરક્ષા અપાશે
ગૃહરાજ્ય પ્રધાને જણાવ્યું કે, બહારના લોકો જ્યાં કામ કરે છે અને રહે છે ત્યાં સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને તેમને સુરક્ષા આપવામાં આવી છે. આ માટે અધિકારીઓ સાથે મળીને એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news