તાપી જિલ્લામાં કોઇ પણ ટેસ્ટ વગર સંપૂર્ણ સ્વસ્થ યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યો

 સોનગઢ તાલુકાના  મોટી ખેરવાણ ગામે રહેતા 20  વર્ષીય યુવકનું કોઇ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોવિડ 19ના પોઝિટિવ દર્દી તકીરે જાહેર કરી દેવામાં આવ્યો હોવાની આરોગ્ય વિભાગની ગંભીર ભુલ સામે આવી છે. આ અંગે યુવકના પિતાએ જિલ્લાના ઉછ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજુ કરી હતી. 

Updated By: Nov 24, 2020, 07:50 PM IST
તાપી જિલ્લામાં કોઇ પણ ટેસ્ટ વગર સંપૂર્ણ સ્વસ્થ યુવકને કોરોના પોઝિટિવ જાહેર કર્યો

સુરત : સોનગઢ તાલુકાના  મોટી ખેરવાણ ગામે રહેતા 20  વર્ષીય યુવકનું કોઇ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોવિડ 19ના પોઝિટિવ દર્દી તકીરે જાહેર કરી દેવામાં આવ્યો હોવાની આરોગ્ય વિભાગની ગંભીર ભુલ સામે આવી છે. આ અંગે યુવકના પિતાએ જિલ્લાના ઉછ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજુ કરી હતી. 

તાપી જિલ્લા આરોગ્ય વિભાગે સોમવારે જાહેર કરેલા કોવિડ 19ના કુલ 12 પોઝિટિવ દર્દીઓની યાદીમાં સોનગઢ તાલુકામાં 09 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર કર્યું હતું. યાદીમાં છઠ્ઠા નંબરે 20 વર્ષીય પુરૂષ મોટી ખેરવાણહોવાનું દર્શાવ્યું હતું. એમાં માસુમ મહેશભાઇ ગામીતના ઘરે પહોંચ્યો હતો. જો કે ક્વોરન્ટાઇન કરવાની કામગીરી બાબતે યુવકના પરિવારજનોએ અને યુવકે વિરોધ કરી કહ્યું હતું કે, અમે માસુમ ગામીતનો કોઇ પણ પ્રકારનો ટેસ્ટ કરાવ્યો નથી કે, સારવાર લીધી નથી. માસુમ ગામીત હાલમાં સંપુર્ણ પણે તંદુરસ્ત છે. આમ છતા એનું નામ પણ કઇ રીતે કોવિડ 19ના પોઝિટિવ તરીકે જાહેર કરાયા હતા. તે અંગે સવાલોનો મારો ચલાવ્યો હતો. અંતે આરોગ્ય વિભાગે આ કામગીરીમાં લોચો માર્યો હોવાનું પ્રતીત થતા પોલીસ સહિતનાં તમામ સ્ટાફ ગામેથી પીછો કર્યો હતો. |

આ પ્રકરણમાં યુવકના પિતા એવા મહેશભાઇ ગામીતે જણાવ્યું કે, મારો પુત્ર અભ્યાસ કરે છે અને હાલમાં કોઇ પણ ઠેકાણે બહાર જતો નથી અને અમે કોવિડનું કોઇ ટેસ્ટિંગ કરાવ્યું નથી. કેવી રીતે કોરોના પોઝિટિવ જાહેર કરી દીધો હતો. સોનગઢ તાલુલા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને સમગ્ર પ્રકરણ અંગે વાકેફ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબતે આરોગ્ય વિભાગની આવી ખોટી કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube