અમરેલીમાં તંત્ર દ્વારા કેન્સલ કરાયા તમામ જન્માષ્ટમીના મેળા

અમરેલી જિલ્લામાં કોરોના ને લઈને તમામ લોકમેળા છે તે બંધ રહ્યા છે. અમરેલી જિલ્લામાં લોકડાઉન3 સુધી એક પણ કોરોના કેસના હતા પરંતુ લોકડાઉન ચાર જાહેર થતા અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે વધવા લાગી તેને લઈને તંત્ર દ્વારા તમામ જન્માષ્ટમીના મેળા છે તે કેન્સલ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં તંત્ર દ્વારા કેન્સલ કરાયા તમામ જન્માષ્ટમીના મેળા

કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લામાં કોરોના ને લઈને તમામ લોકમેળા છે તે બંધ રહ્યા છે. અમરેલી જિલ્લામાં લોકડાઉન3 સુધી એક પણ કોરોના કેસના હતા પરંતુ લોકડાઉન ચાર જાહેર થતા અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે વધવા લાગી તેને લઈને તંત્ર દ્વારા તમામ જન્માષ્ટમીના મેળા છે તે કેન્સલ કરવામાં આવ્યા છે.

સમગ્ર ભારતમાં કોરોના નો કહેર દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે કોરોના ને લઈને તહેવારો છે તે પણ નિસ્તેજ બની ગયા છે. આ વર્ષે કોરોના મહામારી ને લઈને તંત્ર દ્વારા જન્માષ્ટમીના તમામ મેળા રદ કર્યા છે. ત્યારે જન્માષ્ટમી ના મેળાઓ થવાથી લોકો શું કહે છે તે જાણીએ. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાનું ખુબ મહત્વ હોય છે આ આ મેળામાં લોકો ખૂબ જ મજા માણતા હોય છે તો જન્માષ્ટમીના મેળામાં નાના ભૂલકાઓ થી લઈને મોટી ઉંમરના લોકો પણ મેળાની મજા મળતા હોય છે ત્યારે આ વર્ષે મેળો બંધ રહેતા લોકો ઘરે જ જન્માષ્ટમી ની ઉજવણી કરશે.

જન્માષ્ટમીના મેળામાં બાળકોને ખુબ જ ઉત્સાહ હોય છે જન્માષ્ટમીનો મેળો શરૂ થવાનું હોય ત્યારથી જ બાળકો મેળામાં જવાની તૈયારી કરી લેતા હોય છે આ મેળો એક અઠવાડિયા સુધી ચાલે છે આ મેળામાં નાના ભૂલકા થી લઈને મોટેરાઓ સુધી લોકો અવનવી રાઇડ્સ માં બેસીને મોજ માણતા હોય છે લોકો મેળામાં મળતી દરેક પ્રકારની ખાણી-પીણીનો પણ ચટાકેદાર સ્વાદ લેતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના હોવાથી લોકો જન્માષ્ટમીની ઉજવણી ઘરે જ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news