પિતાની કે પૈતૃક સંપત્તિ પર પુત્રીનો પણ એટલો જ હક જેટલો પુત્રનો: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે એક મહત્વના ચુકાદામાં પુત્રીઓને પણ પિતાની કે પૈતૃક સંપત્તિમાં બરાબર વારસદાર ગણી છે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે આપેલા ચુકાદામાં કહેવાયું છે કે તે ઉત્તરાધિકાર કાયદા 2005માં સંશોધનની વ્યાખ્યા છે. 

પિતાની કે પૈતૃક સંપત્તિ પર પુત્રીનો પણ એટલો જ હક જેટલો પુત્રનો: સુપ્રીમ કોર્ટ 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં આજે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પિતા કે પૈતૃક સંપત્તિમાં પુત્રીનો બરાબરનો હક છે. જરાય ઓછો નહીં. કોર્ટે કહ્યું કે પુત્રીના જન્મ સાથે જ પિતાની સંપત્તિમાં બરાબરની હકદાર બને છે. દેશની સર્વોચ્ચ કોર્ટના ત્રણ જજોની પેનલે આજે સ્પષ્ટ કરી દીધુ કે ભલે પિતાનું મૃત્યુ હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદા, 2005 લાગુ થયા પહેલા થયું હોય, તો પણ પુત્રીઓનો માતા પિતાની સંપત્તિ પર અધિકાર રહેશે. 

કોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં કહ્યું કે પુત્રીઓ હંમેશા પુત્રી રહે છે. પુત્ર તો બસ લગ્ન સુધી જ પુત્ર રહે છે. એટલે કે 2005માં સંશોધન થયું તે અગાઉ પહેલા પણ કોઈ પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રીઓને પિતાની સંપત્તિમાં પુત્ર કે પુત્ર જેટલો જ બરાબરીનો હક મળશે. 

— ANI (@ANI) August 11, 2020

સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદાથી સ્પષ્ટ કરી દીધુ છે કે 5 સપ્ટેમ્બર 2005ના રોજ સંસદે અવિભાજ્ય હિન્દુ પરિવારના ઉત્તરાધિકાર અધિનિયમમાં સંશોધન કર્યું છે. તેના દ્વારા પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં બરાબરના હકદાર માન્યા હતાં. એવામાં 9 સપ્ટેમ્બર 2005નું આ સંશોધન લાગુ થતા પહેલા પણ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને સંપત્તિની વહેંચણી બાદમાં થાય તો પણ ભાગીદારીમાં પુત્રીનો ભાગ પણ એટલો જ રહેશે. 

આ મામલે ઈતિહાસ જોઈએ તો 1985માં જ્યારે એનટી રામારાવ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતાં. તે સમયે તેમણે પૈતૃત સંપત્તિમાં પુત્રીઓને બરાબરનો હકવાળો કાયદો પસાર કર્યો હતો. તેના બરાબર 20 વર્ષ બાદ સંસદે 2005માં તેને જ અનુસરીને દેશભર માટે પૈતૃક સંપત્તિમાં પુત્રીઓને  પુત્રો બરાબર હક આપવાનો કાયદો પાસ કર્યો. આ કેસ બહેન ભાઈ વચ્ચે સંપત્તિની વહેંચણી અંગેનો હતો. સુપ્રીમ કોર્ટમાં બહેનની ગુહાર હતી જેમાં ભાઈઓએ પોતાની બહેનને એમ કહીને સંપત્તિની બરાબર હકદાર ગણવાની ના પાડી દીધી હતી કે પિતાજીનું મૃત્યુ 2005માં સપ્ટેમ્બર પહેલા થયું હતું. જેથી કરીને આ સંશોધન અહીં લાગુ થશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news