રાજકોટમાં સ્કૂલ વાન અને કાર સામસામે ટકરાઈ, ધોરણ-5ની વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત

Rajkot News : જકોટ જસદણ હાઈવે અકસ્માતોનું સેન્ટર બની રહ્યુ છે. આ હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે એક માસુમ વિદ્યાર્થીનીનો ભોગ લેવાયો છે

રાજકોટમાં સ્કૂલ વાન અને કાર સામસામે ટકરાઈ, ધોરણ-5ની વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત

નરેશ ભાલિયા/જસદણ :જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત જસદણની એકલવ્ય સ્કૂલનીવેનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. સ્કૂલવાનમાં સવાર 2 વિદ્યાર્થી સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જસદણ હાઈવે અકસ્માતોનું સેન્ટર બની રહ્યુ છે. આ હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે એક માસુમ વિદ્યાર્થીનીનો ભોગ લેવાયો છે. જસદણમાં એકલવ્ય સ્કૂલ આવેલી છે. સવારે વિદ્યાર્થીઓને ભરેલી સ્કૂલ વાન વીરનગર તરફ જઈ રહી હતી, ત્યારે ખારચીયા ગોળાઈ પાસે સામેથી એક એસન્ટ કાર સ્કૂલ વાન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. તો બીજી તરફ, સ્કૂન વાનમાં સવાર બાળકો હચમચી ગયા હતા. 

સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. તમામ લોકો ઘાયલ થયા હતા, પરંતુ એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ધોરણ-5 માં ભણતી વિદ્યાર્થીનીનું મોત થતા જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા. જેથી સ્થળ પર ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. તો બીજી તરફ કારમાં પાંચ લોકો સવાર હતા. અકસ્માતમાં કારમાં સવાર ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, રામાણી દયાબેન, રામાણી શિલ્પાબેન એમ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 

અકસ્માત બાદ વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. તો જસદણ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news