જયંતિ ભાનુશાળી હત્યા મામલો: હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર

જ્યંતી ભાનુશાળીની હત્યાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. જેટલી આશંકા રાજકીય અદાવતને લઈને હત્યા થવાની છે. એટલા જ સવાલ વિપક્ષ દ્વારા રાજ્યની ભાજપ સરકાર પર ઉઠાવી રહ્યા છે. જે પ્રકારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા જ્યંતી ભાનુશાળીની હત્યા કરાઈ છે. તેને જોતા અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે SITની રચના કરવામાં આવી છે. જેમાં ATS અને ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ અને CID ક્રાઇમની ટીમ સામેલ છે.
 

જયંતિ ભાનુશાળી હત્યા મામલો: હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર

ઉદય રંજન/અમદાવાદ: જ્યંતી ભાનુશાળીની હત્યાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. જેટલી આશંકા રાજકીય અદાવતને લઈને હત્યા થવાની છે. એટલા જ સવાલ વિપક્ષ દ્વારા રાજ્યની ભાજપ સરકાર પર ઉઠાવી રહ્યા છે. જે પ્રકારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા જ્યંતી ભાનુશાળીની હત્યા કરાઈ છે. તેને જોતા અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે SITની રચના કરવામાં આવી છે. જેમાં ATS અને ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ અને CID ક્રાઇમની ટીમ સામેલ છે.

માળિયાયા પાસે આવેલા શામખ્યાળીમાં જ્યંતી ભાનુશાળીની ડેડ બોડીની કાયદેસરની પ્રકિયા પૂર્ણ કરીને સયાજી નગર એક્સપ્રેસ દાદર મુંબઈ તરફ રવાના કરાઈ હતી. આ સમગ્ર ઘટનામાં H1 કોચમાં બનેલી ઘટનાની ફોરેન્સિક તપાસ કરવા માટે FSL ટીમની માગણી અનુસાર H1 કોચને અલગ કરીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

જયંતિ ભાનુશાળી હત્યા મામલે SITની રચના કરાઈ, CID અને ATS કરશે તપાસ

FSLની તપાસમાં ફિંગરપ્રિન્ટ, બ્લડ સેમ્પલ, અને બેલેસ્ટિક તપાસ ખૂબ મહત્વની હતી. જેને લઈને તપાસ થઈ અને ડોગ સ્કોર્ડની પણ આ તપાસમાં મદદ લેવાઈ છે. મહત્વ પૂર્ણ જે આખી બાબત ધ્યાન દોરે તેવી છે. એમાં ઘટના ક્રમ જોઈએ તો ભુજથી 10.25 ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસ અને 1.30 વાગ્યા સુધીના સમયગાળામાં ક્યાં અને ક્યારે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

જયંતિ ભાનુશાળી હત્યા : છબીલ પટેલનું ઢિંચક્યાઉ ફરી ચર્ચામાં, જુઓ વાયરલ વીડિયો

H1 બોગી જેમાં G19 બર્થ પર પ્રવાસ કરી રહેલા જ્યંતી ભાનુશાળી સિવાય અન્ય કેટલા કેટલા પેસેન્જરો પ્રવાસ કરી રહ્યા હતા. એની પણ પોલીસ તપાસ કરી રહી છે. પવન મોરે જેને ઘટનાની ટીસીને જાણ કરી એની વાતમાં કેટલું તથ્ય છે. પ્રોફેશનલ હત્યારાઓની મદદથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે પોલીસ માટે હત્યારાઓ સુધી પોહચવા માટે હત્યાનું કારણ ખુબજ જરૂરી બન્યું છે. જ્યંતી ભાનુશાળીની હત્યા ગુજરાત પોલિસ માટે કોયડા સ્વરૂપ બની ગઈ છે.

શું જયંતિ ભાનુશાળીની હત્યાનો 4 દિવસ પહેલા જ મળી ગયો હતો અંદેશો? જુઓ VIDEO 

પરિવારના સભ્યો દ્વારા દ્વારા જ્યંતી ભાનુશાળીના પેનલ પીએમની માંગણી કરાતા ડેડ બોડી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે. પોલીસ હવે પીએમ રિપોર્ટના આધારે પણ પોતાની તપાસ આગળ ધપાવી શકે છે. જેમાં હત્યાનો નજીકનો સમય જાણી શકાશે. પોલીસએ મુ્દ્દાને આધારે પણ હત્યારની હિલચાલનું પગેરું મેળવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news