ખેડા: બિલ્ડર સાથે લગ્ન કરનાર પરિણીતાએ દોઢ વર્ષમાં જ સ્યૂસાઈડ કર્યું, મરતા પહેલા કર્યો ધડાકો

મહેમદાવાદની 25 વર્ષની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લીધી છે. આપઘાત સાથે પરણીતાએ અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે આત્મહત્યા માટે સાસુ સસરા અને પતિને જવાબદાર ઠેરવ્યા છે. ઉમરેઠની યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદાના બિલ્ડર સાથે થયા હતા. પંરતુ દોઢ વર્ષમાં જ તેનુ લગ્નજીવન આત્મહત્યા સુધી પહોંચ્યુ હતું.  

Updated By: Sep 26, 2021, 09:04 AM IST
ખેડા: બિલ્ડર સાથે લગ્ન કરનાર પરિણીતાએ દોઢ વર્ષમાં જ સ્યૂસાઈડ કર્યું, મરતા પહેલા કર્યો ધડાકો

ઝી મીડિયા/બ્યૂરો :મહેમદાવાદની 25 વર્ષની પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લીધી છે. આપઘાત સાથે પરણીતાએ અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે આત્મહત્યા માટે સાસુ સસરા અને પતિને જવાબદાર ઠેરવ્યા છે. ઉમરેઠની યુવતીના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદાના બિલ્ડર સાથે થયા હતા. પંરતુ દોઢ વર્ષમાં જ તેનુ લગ્નજીવન આત્મહત્યા સુધી પહોંચ્યુ હતું.  

પરિણિતાના શરીર પર ઈજાના નિશાન
મહેમદાવાદની રાધે ક્રિષ્ન સોસાયટીમાં આ ઘટના બની હતી. ઉમરેઠની ભાટવાડામાં રહેતી જલ્પા હિંગુના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદના બિલ્ડર સાથે થયા હતા. પરંતુ લગ્નના દોઢ વર્ષ બાદ જલ્પાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જલ્પાએ લગ્ન કરતા પહેલા એક સ્યૂસાઈડ નોટ પણ લખી છે. પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : વડોદરામાં હાઈપ્રોફાઈલ રેપ કેસમાં મહિલા સુરક્ષા સમિતિનાં ચેરપર્સને એક નેતાને ફોન પર જવાબ આપ્યો, ‘તમારી દીકરી હોત તો?’

મારો પતિ મારો ન થયો
જલ્પા હીગુના પિયરના લોકોએ આક્ષેપ કર્યો કે, સાસરિયાઓએ જ જલ્પાની હત્યા કરી છે. કારણ કે, પોસ્ટમોર્ટમ દરમિયાન જલ્પા હીંગના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ ઉપારંત જલ્પાએ પણ સ્યૂસાઈડ નોટમાં લખ્યુ કે, મારા સાસુ-સસરા મારા મા-બાપ ન થઈ શક્યા, મારો પતિ પણ મારો ન થયો. જેથી હું આત્મહત્યા કરું છું.