સાબરકાંઠા: ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતા મહિલાનું મોત, પરિવારમાં રોષ
ખેડબ્રહ્માની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે, કે ડોક્ટરની બેરકારીને કારણે પ્રસુતા મહિલાનું મોત થયું છે. ચોલીયા ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Trending Photos
સાબરકાંઠા: ખેડબ્રહ્માની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે, કે ડોક્ટરની બેરકારીને કારણે પ્રસુતા મહિલાનું મોત થયું છે. ચોલીયા ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાબકાંઠા વિસ્તારના ખેડબ્રહ્મામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું છે. મહત્વનું છે, કે ચોલીયા ગામની મહિલાને મંગળવારે સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને આઠ માસનો ગર્ભ હતો. અને તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
મહિલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને પરિવાર અને સમાજના લોકો દ્વારા ખાનગી હોસ્પિટલનો ધેરાવો કર્યો હતો. ડોક્ટરની બેદરકારીને કારણે આ મહિલાનું મોત થતા પરિવારે પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે