પાકિસ્તાને IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ, PM ઇમરાનની કેબિનેટે લીધો નિર્ણય

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં રમતને નુકસાન પહોંચાડવા માટે એક સંગઠિત પ્રયાસ કર્યો છે. 
 

પાકિસ્તાને IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ, PM ઇમરાનની કેબિનેટે લીધો નિર્ણય

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને મંગળવારે દેશમાં ઈન્ડિયન ટી20 લીગ (આઈપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનને રમતમાં નુકસાન પહોંચાડવા માટે સંગઠિત પ્રયાસ કર્યો છે. 

ફવાદ ચૌધરીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, આ પગલું તે માટે ઉઠાવવામાં આવ્યું કારણ કે ભારતે પાકિસ્તાન ક્રિકેટને નુકસાન પહોંચાડવાની તક છોડી નથી. ચૌધરીએ કહ્યું, ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટને નુકસાન પહોંચાડવાનો સંગઠિત પ્રયાસ કર્યો છે અને અમારે અહીં ભારતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટનો પ્રચાર કરવાની મંજૂરી આપવાનો કોઈ અર્થ નથી. 

તેમણે આ સાથે કહ્યું કે પાકિસ્તાનમાં લીગ અને ક્રિકેટને નુકસાન પહોંચાડવા માટે ભારતીય સત્તાવાર પ્રસારણકર્તા પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સુપર લીગની ચોથી સિઝનના પ્રસારણથી ટૂર્નામેન્ટની વચ્ચે હટી ગયા હતા. ભારતમાં પીએસએલના સત્તાવાર પ્રસારણકર્તા ડીસ્પોર્ટે સીઆરપીએફના 40 જવાનોના મોત બાદ પુલવામા હુમલાના વિરોધમાં ટૂર્નામેન્ટનું કવરેજ બંધ કરી દીધું હતું. ભારતીય કંપની આઈએમજી રિલાયન્સે પણ વિશ્વ ભરમાં પીએસએલના ટીવી કવરેજ કરવાના કરારથી પાછળ હટી ગઈ હતી. ત્યારબાદ આ ટી20 લીગે ટૂર્નામેન્ટની વચ્ચે નવી પ્રોડક્શન કંપની શોધવી પડી હતી. 

ફવાદ ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાન મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી નક્કી કરશે કે આઈપીએલના કોઈપણ મેચનું પાકિસ્તાનમાં પ્રસારણ ન કરવામાં આવે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારનું માનવું છે કે રમત અને સંસ્કૃતિનું રાજનીતિકરણ ન કરવું જોઈએ પરંતુ ભારતે પાકિસ્તાની ખેલાડીઓ અને કલાકારો વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની અધિકારીઓ તરફથી પહેલા પણ આઈપીએલ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી નથી. આ પ્રથમ અવસર છે, જ્યારે વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતાવાળી કેબિનેટે આ નિર્ણય કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news