કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: બાવળિયા અને ચેલા અવસર નાકિયા વચ્ચે થશે ખરાખરીનો જંગ
અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે.
Trending Photos
રાજકોટઃ આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. કોગ્રેસમાંથી ઉમેદવારી માટે મુખ્યત્વે કોળી અને પાટીદાર સમાજના આઠેક આગેવાનોએ ફોર્મ ઉપાડતાં અને દાવેદારી કરતાં આ મામલે સસ્પેન્શ ઊભું થયું હતું. ત્યારે રવિવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકિયાનું નામ જાહેર કરી દીધું છે. આ સાથે જ જસદણ બેઠકની પેટા ચૂંટણી પર કોળી સામે કોળી નેતાનો ગુરૂ ચેલાનો જંગ ફાઇનલ થઇ ગયો છે.
સાથીઓ આવ્યા આમને-સામને
અવસર નાકિયા કંવરજી બાવળિયાના એક સમયના સાથી હતા. તેમને રાજકારણમાં કુંવરજી બાવળિયા લાવ્યા હતા. તેમની વિંછીયા અને જસદણ પંથકમાં સારી પકડ છે. અવસર નાકિયાની કોળી સમાજ અને અન્ય સમાજ પર સારી પકડ જોતા કોંગ્રેસ ઉમેદવારના તરીકે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં આવ્યા પહેલા અવસર નાકિયા રીક્ષા ચલાવતા હતા. તેમનો જન્મ 4 જુલાઇ 1972ના રોજ આસલપુર ગામમાં થયો હતો. તેમને સંતાનમાં 1 છોકરો અને 5 છોકરીઓ છે.
ભાજપ કોંગ્રેસ વચ્ચે થશે નાકની લડાઇ
ઉલ્લેખનિય છે કે, જસદણ પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે નાકની લડાઇ બની છે. ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ઇચ્છે છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવાની ફિરાકમાં છે. ભાજપ કોંગ્રેસ બંનેએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે મોટો નિર્ણય લીધો છે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠક અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે