Delhi: ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોની સંપત્તિ અને 186 ઝૂપડાં બળીને ખાખ થયા

રાજધાની દિલ્હી (Delhi) ના ઓખલા ફેઝ-2ના સંજય કોલોનીની એક ફેક્ટરીમાં મોડી રાતે આગ (Fire) ભભૂકી ઉઠી. જેમાં લાખોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. જ્યારે નજીકમા આવેલા 186 ઝૂપડા બળીને ખાખ થઈ ગયા. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગે લાખોની સંપત્તિ અને ઘરો તબાહ કરી નાખ્યા. 
Delhi: ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોની સંપત્તિ અને 186 ઝૂપડાં બળીને ખાખ થયા

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) ના ઓખલા ફેઝ-2ના સંજય કોલોનીની એક ફેક્ટરીમાં મોડી રાતે આગ (Fire) ભભૂકી ઉઠી. જેમાં લાખોની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. જ્યારે નજીકમા આવેલા 186 ઝૂપડા બળીને ખાખ થઈ ગયા. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગે લાખોની સંપત્તિ અને ઘરો તબાહ કરી નાખ્યા. 

રાતે 2 વાગે લાગી આગ
કહેવાય છે કે રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ આગ (Fire) લાગી હતી. ઘટના સમયે લોકો ઝૂપડાંમાં સૂઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક ભડભડ ભડકા જોવા મળ્યા. ફેક્ટરીની આગની જ્વાળાઓ ગોદામથી ઝૂપડાં સુધી પહોંચી ગઈ. રાતે 2:23 વાગ્યે ફાયર બ્રિગેડને આ અંગે સૂચના મળી અને ત્યારબાદ ફાયરની 25 ગાડીઓ ઘટનાસ્થળે આગ બૂઝાવવા પહોંચી ગઈ. 

30-40 લોકોને બચાવાયા
ફાયર વિભાગના જણાવ્યાં મુજબ ભીષણ આગમાં ઝૂપડાંની અંદર ફસાયેલા લગભગ 40-50 લોકોને બચાવવામાં આવ્યા. જો કે એક વૃદ્ધ વ્યક્તિ હજુ લાપત્તા છે. જેમની શોધ ચાલુ છે. 

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ દિલ્હી ફાયર સર્વિસને સવારે 2:23 વાગે દિલ્હીના ઓખલા ફેઝ-2ની સંજય કોલોનીમાં આગ લાગવાની સૂચના મળી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ હાલ નિયંત્રણમાં છે અને આગ સંપૂર્ણ રીતે ઓલવવાની કોશિશ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news