શું તમે જાણો છો? સૌરાષ્ટ્રની ઘોર પ્રથામાં કેમ ઉડાવાય છે પૈસા? આ ગામે થયો રૂપિયાનો વરસાદ

સોમનાથનાં પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાનાં આદ્રી ગામે ભાદરવા માસ નિમિત્તે કસુંબલ લોક ડાયરો યોજાયો હતો. જેમાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, પૂનમ ગઢવી, હાજી રમકડું, સહિતનાં કલાકારોએ રંગત જમાવી હતી.

શું તમે જાણો છો? સૌરાષ્ટ્રની ઘોર પ્રથામાં કેમ ઉડાવાય છે પૈસા? આ ગામે થયો રૂપિયાનો વરસાદ

ઝી બ્યુરો/ગીર સોમનાથ: ડાયરામાં (ઘોર) રૂપિયા ઉડાવીને કલાકારોને બિરદાવી ગાયોનું કાર્ય કરવા કળાના કદરદાનમાં સ્પર્ધા લાગે છે. સોમનાથનાં પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાનાં આદ્રી ગામે ભાદરવા માસ નિમિત્તે કસુંબલ લોક ડાયરો યોજાયો હતો. જેમાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, પૂનમ ગઢવી, હાજી રમકડું, સહિતનાં કલાકારોએ રંગત જમાવી હતી. ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

પૈસા ઉડાડવાનાં મામલે વારંવાર છેડાતા વિવાદ અંગે આયોજક રાજસી જોટવાએ જણાવ્યું હતું કે, ભીખુદાન ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું. આ ગામમાં ડાયરાઓમાં ભજન, લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઇ કલાકાર પીરસતો હોવાની પરંપરા છે. ત્યારે ડાયરામાં પૈસારૂપી ઘોર ઉડી રહી છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાશે એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે. 

ડાયરામાં ઉડેલા રૂપિયા પણ ગોશાળામાં જ આપી દેવામાં આવશે અને તેનું ઓડિટ પણ રજૂ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન જ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news