ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસે પલટી મારી, એક મુસાફરનુ કમકમાટીભર્યું મોત

ગુજરાતમાં ચોમાસામાં અકસ્માતના કિસ્સા વધી રહ્યાં છે. રસ્તો ભીનો હોવાથી ગાડી સ્લીપ ખાઈ જવાથી અકસ્માતો (Accident) વધે છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર (gujarat rajasthan border) પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એક મુસાફરનું મોત નિપજ્યુ છે. તો 7 લોકો ઘાયલ થયા છે. 

Updated By: Sep 22, 2021, 09:22 AM IST
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસે પલટી મારી, એક મુસાફરનુ કમકમાટીભર્યું મોત

અલકેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતમાં ચોમાસામાં અકસ્માતના કિસ્સા વધી રહ્યાં છે. રસ્તો ભીનો હોવાથી ગાડી સ્લીપ ખાઈ જવાથી અકસ્માતો (Accident) વધે છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર (gujarat rajasthan border) પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એક મુસાફરનું મોત નિપજ્યુ છે. તો 7 લોકો ઘાયલ થયા છે. 

મોડી રાત્રે એક લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તથા બસમાં સવાર 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે.