કેન્દ્રીય ટીમ સુરત-રાજકોટના બદલે મહેસાણા જતા સરકારની મંશા અંગે અનેક તર્ક વિતર્ક

ગુજરાતમાં કોરોનાની સ્થિતી અંગે માહિતી મેળવવા માટે કેન્દ્રની ટીમ બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં સ્થિતીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ટીમે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. 

Updated By: Nov 22, 2020, 08:23 PM IST
કેન્દ્રીય ટીમ સુરત-રાજકોટના બદલે મહેસાણા જતા સરકારની મંશા અંગે અનેક તર્ક વિતર્ક

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની સ્થિતી અંગે માહિતી મેળવવા માટે કેન્દ્રની ટીમ બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં સ્થિતીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ટીમે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જેને જોઇને લાગી રહ્યું હતું કે, કેન્દ્રની ટીમ ચાર મહાનગરોની મુલાકાત કરશે અને ત્યાંની સ્થિતીનું નિરીક્ષણ કરીને સુચનો આપશે. જો કે આ બધાની વચ્ચે આ ટીમે અચાનક જ મહેસાણાની મુલાકાત લીધી હતી.  મહેસાણા કરતા સુરત અને રાજકોટમાં વધારે કેસ હોવા છતા પણ કેન્દ્રીય ટીમે મહેસાણાની મુલાકાત લેતા અનેક પ્રકારનાં તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરત અને રાજકોટમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ટીમ મહેસાણાની મુલાકાત લેતા આશ્ચર્ય ફેલાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, પાલનપુર, અરવલ્લી અને હિંમતનગરમાં રોજનાં 160થી 190 જેટલા કેસો આવી રહ્યા છે. તેવામાં કેન્દ્રીય ટીમ હોસ્પિટલની મુલાકાત લઇને ચકાસણી કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને સુરતમાંથી મોટા પ્રમાણમાં કેસ આવી રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં લોકો સુરત ખાતે રોજગારી માટે આવે છે. દિવાળી દરમિયાન મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્ર પરત ફરે છે અને વેકેશન ખુલ્યા બાદ સુરત પરત ફરે છે. તેવામાં આ બંન્ને શહેરોની મુલાકાત લેવાના બદલે મહેસાણામાં કેન્દ્રીય ટીમ પહોંચી તે વિચિત્ર બાબત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube