સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં ભરપુર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર અને કચ્છમાં પણ સારો વરસાદ નોંધાયો છે. 
સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજકોટ : સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં ભરપુર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર અને કચ્છમાં પણ સારો વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે શહેરનાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ શહેરમાં ભારે પવનના કારણે ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. બપોર સુધી ધોમધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ધેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

લોધીકામાં 1 ઇંચ, જસદણમાં 7 મિમી, ધોરાજીમાં પોણો ઇંચ અને કોટડાસાંગાણીમાં 0.5 ઇંચ સહિત રાજકોટ જિલ્લામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news