બિશ્નોઈ ગેંગના નામે મોરબીના જાણીતા ઉદ્યોગપતિને ધમકી, ખંડણીખોરને બિહારમાંથી દબોચ્યો

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે ખંડણી માંગવામાં આવી હતી અને ઉદ્યોગપતિ પાસે 25 લાખ માંગવામાં આવ્યા હતા.

બિશ્નોઈ ગેંગના નામે મોરબીના જાણીતા ઉદ્યોગપતિને ધમકી, ખંડણીખોરને બિહારમાંથી દબોચ્યો

હિમાશું ભટ્ટ/મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે ખંડણી માંગવામાં આવી હતી અને ઉદ્યોગપતિ પાસે 25 લાખ માંગવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા. તેમજ રૂપિયા બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે તથા ફોન પે ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી. જો રૂપિયા ન મોકલાવે તો ઉદ્યોગપતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે ગુનામાં પોલીસે હાલમાં મૂળ બિહારના એક શખ્સની હાલમાં અમદાવાદથી ધરપકડ કરી છે અને ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મુળ કાંન્તીપુરના રહેવાસી અને હાલમાં નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપુર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓના મોબાઈલ ફોન ઉપર ગત તા.29/07/2022 ના કલાક 02/12 થી સાંજના પાંચેક વાગ્યા દરમ્યાન મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ્સ આવ્યો હતો. ત્યારબાદ વોટસએપમાં ઓડીયો, વિડીયો મેસેજ મોકલાવીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ગુનામાં અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ (19) રહે, હાલ નારોલ અલહબીબ એસ્ટેટ અમદાવાદ મૂળ રહે. જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળાને રોકડા 40000 રૂપિયા તેમજ મોબાઈલ સાથે ઝડપી લીધેલ છે.

Gujarat Weather LIVE: ગુજરાત પર શું ફરી એકવાર વરસાદનું મોટું સંકટ ઉભું થશે? જાણો હવામાન વિભાગની આગાહી

મોરબીના ઉદ્યોગકાર પાસે ખંડણી માંગનારા શખ્સે તેના વોટસએપમાં SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM . CHANDAN KUMAR 7766946803 મોકલીને બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે. તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી અને જો રૂપિયા 25 લાખ નહી આપે તો ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઉદ્યોગકારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને મોબાઇલ નંબર ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો સેન્ડ કરનારા અજાણ્યા શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. 

તેવામાં મોરબી પોલીસ બિહાર પહોચી હતી અને ત્યાંથી મોરબી પોલીસે પકડેલ આરોપીના ભાઈ કલીમુલ્લા મોમતાઝ અન્સારી જાતે મુસ્લિમને પકડ્યો હતો. તેની પાસેથી જુદીજુદી કંપનીના મોબાઈલ સિમ કાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ તેમજ રોકડ દોઢ લાખ મળી આવ્યા હતા. જેથી કરીને બિહાર પોલીસે તેની સામે ગુનો નોંધીને ત્યાં તેની હાલમાં ધરપકડ કરી છે અને બંને ભાઈઓ સહિતની આખી ગેંગ આવી રીતે રૂપિયા પડાવવા માટે સક્રિય છે. જેથી મોરબી પોલીસ આગામી દિવસોમાં બિહાર પોલીસ પાસેથી કલીમુલ્લા મોમતાઝ અન્સારીનો કબ્જો લેવામાં આવશે.

વિશ્વના ખુણા ખૂંદતી મૂળ નવસારીની NRI દિકરી બે પુત્રો સાથે નીકળી પડકારજનક મિશન પર, જાણીને છાતી ફૂલાઈ જશે!

અમદાવાદ ખાતેથી પકડાયેલ આરોપીની પોલીસ કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, આખી ગેંગ જુદી જુદી રીતે સોશિયલ મીડિયા અને ગૂગલ પ્લેટફોર્મ ઉપરથી નંબર સહિતની લોકોની માહિતી મેળવીને તેઓનો સંપર્ક કરે છે અને કયારે લોટરી લાગી છે, લકી ડ્રોમાં નામ નીકળ્યું છે, બાઈક જીત્યા છો, કોન બનેગા કરોડપતિમાં ભાગ લેવાનો છે તેવી લોભામણી સ્કીમ આપીને તો કયારે ડરાવી, ધમકાવીને લોકો પાસેથી પૈસા પડાવવાની કામગીરી કરે છે. આ ગેંગ સામે ગુજરાત, બિહાર, પંજાબ સહિતના રાજ્યોમાં જુદી જુદી કલમો હેઠળ કુલ 46 જેટલા ગુના નોંધાયેલ છે. તેમાં મોરબી પોલીસે પકડેલ આરોપી પણ વોન્ટેડ હતો અને મોરબીના ગુનામાં આગામી દિવસોમાં કલીમુલ્લા મોમતાઝ અન્સારી ઉપરાંત મિરાજ સોયબંસારી અન્સારી અને અનુસુકુમાર મેનેજર પટેલ રહે. બધા જોકટિયા વાળાને પક્દ્વના બાકી છે.

'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા જાદુગર, ગુજરાતમાં કેજરીવાલની રાજનીતિનો જાદુ નહીં ચાલે'

અમદાવાદ ખાતેથી મોરબી પોલીસે જે આરોપીને પકડેલ છે, તેના ભાઈએ બિહારથી ઉદ્યોગપતિને ફોન અને મેસેજ કરીને ખંડણી માંગી હતી અને આવી જ રીતે ખોટા નામે બેન્કના ખાતા ખોલાવીને તેના જુદાજુદા લોકોને સ્કીમો આપીને કે પછી ધમકીઓ આપીને આ ગેંગ દ્વારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા કોલિંગ કરીને પૈસા પડાવવામાં આવે છે અને જે બેન્ક એકાઉન્ટ લોકોને આ શખ્સો દ્વારા આપવામાં આવે છે. તેની સાથે આરોપીઓના મોબાઈલ ફોન લિન્ક હોય છે. જેથી કરીને કોઈપણ વ્યક્તિ ભૂલથી પણ જો ડરી જાય કે લાલચમાં આવી જાય અને રૂપિયા જમા કરાવે તો તરત જ તે રકમ આરોપીઓ કાઢી લઈને એકાઉન્ટ બંધ કરી દેતા હોય છે. જો કે, હાલમાં તો પોલીસ ટેકનીકલ માધ્યમનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચી ગયેલ છે પરંતુ લોકોને સાવધાન રહેવાની ખાસ જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news

Powered by Tomorrow.io