ભારે હૈયે દિકરાને આપી વિદાય! મોરબીમાં આહીર પરિવારે પુત્રને જીવતો રાખવા લીધો મોટો નિર્ણય

એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવજીવન આપી શકાય છે જેથી કરીને અંગદાન કરવા માટે લોકોને જાગૃત કરવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણા પરિવારો પોતાના સ્વજનને કોઈપણ કારણોસર બ્રેન ડેડ થાય તો અંગદાન કરવા માટેનો નિર્ણય કરતાં હોય છે.

ભારે હૈયે દિકરાને આપી વિદાય! મોરબીમાં આહીર પરિવારે પુત્રને જીવતો રાખવા લીધો મોટો નિર્ણય

હિમાંશું ભટ્ટ/મોરબી: કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામે ખેડૂતના દીકરા શિવમની મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે મગજની ગાંઠની સારવાર ચાલી રહી હતી અને તેનું બ્રેન ડેડ થતા ડોક્ટરો દ્વારા તેના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યું હતુ. જેથી શિવમ સદાને મારે અમર રહે તેવી ભાવના સાથે શિવમના પરિવારે તેના આંગદાન માટે સમર્થન આપ્યું હતું અને અંદાજે ચાર કલાકથી વધુની સર્જરી કરીને શિવમના શરીરમાંથી ચાર અંગો અન્ય લોકોને જીવતદાન આપ્યું છે અને મોરબીની અમદાવાદ સુધીનો સ્યેશિયલ કોરિડોર બનાવીને શિવમના અંગોને બાય રોડ અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. 

એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવજીવન આપી શકાય છે જેથી કરીને અંગદાન કરવા માટે લોકોને જાગૃત કરવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણા પરિવારો પોતાના સ્વજનને કોઈપણ કારણોસર બ્રેન ડેડ થાય તો અંગદાન કરવા માટેનો નિર્ણય કરતાં હોય છે આવી જ રીતે કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામે રહેતા ખેડૂત રમેશભાઈ ખાસા જાતે આહીરના 14 વર્ષના દીકરા શિવમ ખાસાના પરિવારને પણ સમજૂત કરવામાં આવતા તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા અને આજે વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને સવારે નવ વાગ્યા સુધી સર્જરી કરીને શિવના જુદાજુદા ચાર અંગોને લઈને મોરબીથી ડોક્ટરની ટીમ સ્યેશિયલ કોરિડોર બનાવીને શિવમના અંગોને બાય રોડ અમદાવાદની હોસ્પીટલમાં લઈ જવા માટે રવાના થયેલ છે અને આજે સનાજ સુધીમાં તેની બે કિડની, લીવર અને લંગ્સના લીધે ચાર વ્યક્તિઓને જીવતદાન મળશે તેવી ડોક્ટર પાસેથી જાણવા મળેલ છે.

છેલ્લા આઠ દિવસથી શિવમની મગજની બીમારીના કારણે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પીસીયાલીટી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અને તેની સારવાર ડૉ. મિલન મકવાણા, ડૉ. દર્શન પરમાર, ડૉ. અમિત ડોડીયા, ડૉ. નિમેશ જૈન, ડૉ. ઉત્તમ પેઢડિયા, ડૉ. વિજય મકવાણા સહિતના ડોકટરોની ટીમ કરી રહી હતી અને ડૉ. મિલન મકવાણા (ન્યુરો સર્જન) દ્વારા શિવમને બ્રેનડેડ જાહેર કરાતો હતો ત્યાર બાદ ડૉ. દર્શન પરમાર, ડૉ મિલન મકવાણા , ડૉ અમિત ડોડીયાએ અંગો નું દાન કરવા માટે તેના પરિવારને માહિતી સમજાવી હતી ત્યારે શિવમના પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે અંગદાન કરવા માટેની સહમતી આપી હતી ત્યારે તેના રમેશભાઈ ગોપાલભાઈ ખાસા, માતા કંકુબેન રમેશભાઈ ખાસા, બહેન રીનાબેન, ભાઈ રિતેશભાઈ, માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ સહિતના હાજર રહ્યા હતા. 

સામાન્ય રીતે શરીરમાં રહેલા અંગોમાંથી કોઈ વ્યક્તિ નું બ્રેઈન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, ફેફસાં, પેંક્રિયાઝ વગેરે નું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિને કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી બચાવી શકાય છે હાલમાં શિવમના શરીરમાંથી બે કિડની, લીવર અને લંગ્સ લેવામાં આવેલ છે જે જુદાજુદા ચાર વ્યક્તિને કામ આવશે. 

અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાની હોસ્પિટલમાંથી પ્રથમ શિવમનું અંગદાન થયેલ છે અને તેની બંને કિડનીનું દાન SOTTO ખાતેથી ફાળવવામાં આવેલ છે અને ફેફસાં તથા લીવરનું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. જેમાં અંગોનું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ, ડૉ. હાર્દિક યાદવ, ડૉ. મહેશ બી એન, ડૉ. રીતેશ પટેલ સહિત ટીમના ડોકટરોએ જહેમત ઉઠાવી હતી.

મોરબીની હોસ્પિટલમાં ઓપરેશન કરીને જયારે શિવમના અંગોને કાઢવામાં આવ્યા અને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે શિવમ સદા અમર રહો ના નારા હોસ્પિટલના સ્ટાફ સહિતના હાજર રહેલા લોકોએ લગાવ્યા હતા આ તકે ભુજથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ (દાદા), રાજકોટ થી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ જયંતીભાઈ ભાડેસિયા, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડૉ. વિજયભાઈ ગઢિયા, આયુષ હોસ્પિટલના ડાયરેકટર ડૉ ચેતન અઘારા, આહીર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર, સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ કાવર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતનાઓએ પરિવારને સહ હ્રદય સાંત્વના પાઠવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news