સુમીટોમો કંપનીમાં ભીષણ બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ; 5 મજૂરો ઘાયલ, 2 ગંભીર રીતે દાઝયા

આ બ્લાસ્ટમાં આ બિલ્ડીંગમાં કામ કરતા કુલ પાંચ મજૂરોને ઇજા થવા પામી હતી, જેમાં 2 મજૂરો ગંભીર રીતે દાઝયા હોય આ તમામને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુમીટોમો કંપનીમાં ભીષણ બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ; 5 મજૂરો ઘાયલ, 2 ગંભીર રીતે દાઝયા

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના રુવાપરી વિસ્તારમાં આવેલી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સુમિટોમો ના એમ.પી.પી1 બિલ્ડીંગમાં વેસલ્સ ફાટતા એક ભયંકર મોટો બ્લાસ્ટ થયો હતો. જેનો અવાજ અઢી કિ.મી દૂર સુધી સંભળાયો હતો. આ બ્લાસ્ટમાં આ બિલ્ડીંગમાં કામ કરતા કુલ પાંચ મજૂરોને ઇજા થવા પામી હતી, જેમાં 2 મજૂરો ગંભીર રીતે દાઝયા હોય આ તમામને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી હતી અને તમામ વિભાગના મજૂરો અને કર્મચારીઓ બહાર દોડી ગયા હતા. જ્યારે ફાયર અને એમ્બ્યુલન્સ પણ ત્યાં દોડી જઇ હતી.

ભાવનગરના રુવાપરી ખાતે આવેલી સુમિટોમો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કે જે અગાઉ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ તરીકે જાણતી હતી. આ કંપનીમાં વિવિધ કેમિકલ બનાવમાં આવે છે અને અહીં 2500 જેટલા લોકો નોકરી કરતા હોય ત્યારે આજે બપોરે 2.30 આજુબાજુના સુમારે કંપનીના એમ.પી.પી 1 યુનિટમાં વેસલ્સ ફાટતા ભયંકર બ્લાસ્ટ થયો હતો. બૉમ્બ જેવા ભારે અવાજથી થયેલા બ્લાસ્ટના કારણે કંપનીના મજૂરો બહાર દોડી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

આ બ્લાસ્ટ જે વિભાગમાં થયો તે 5 માળની બિલ્ડીંગના ચોથા માળે બ્લાસ્ટ થતા મશીનરી માં ભારે નુક્શાની થવા પામી હતી. જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવના પગલે ફાયર વિભાગ પણ દોડી ગયું હતું. જો કે આ કંપનીની ફાયર સિસ્ટમ ખૂબ સાવધાન હોય તાકીદે તેના ફાયરના કર્મચારીઓની મહેનત રંગ લાવી હતી. 

જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો તે પ્લાન્ટ હાલ ઓછા કામના કારણે બંધ હોય અહીં 4 મજૂરો જ કામ કરતા હતા જ્યારે આગામી 1 એપ્રિલ થી આ પ્લાન્ટ ફરી ધમધમતો કરવાનો હોય ત્યારે આજે થયેલા બ્લાસ્ટને લઈ ભારે નુકશાની થવા પામી હતી. જ્યારે આ બનાવને પગલે કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સંપૂર્ણ ઘટના અંગે તપાસ અને જાણકારી મેળવી હતી. જ્યારે આ બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તેની હજુ સાચી માહિતી બહાર નથી આવી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news