તસવીરો: ગુજરાતના આ TOP-5 બીચની મુલાકાત બાદ ભૂલી જશો વિદેશી બીચ

વેકેશનમાં બીચ પર જવું તમને પસંદ હશે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત અને દેશના સૌથી સુંદર ગણાતા બીચ ક્યાં છે. જો તમારે શાંતિ અને સુંદરતાના સમનવય સાથે આનંદ માણવો હોય તો એકવાર અહીં જરૂર ફરવાની મજા માણવી.

તસવીરો: ગુજરાતના આ TOP-5 બીચની મુલાકાત બાદ ભૂલી જશો વિદેશી બીચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ દરિયાકાંઠાની મજા માણવાનું ચુકતા નથી. 1600 કિલોમીટરનો સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત પાસે છે. અને અહીં આવેલાં બીચ પર પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે. ગુજરાતના આ દરિયાકાંઠાઓને જોઈને તમે ફોરેનના બીચને પણ ભુલી જશો. ગુજરાતમાં ઘણાં બધાં બીચ આવેલાં છે. પણ અમે તમારા માટે શોધી લાવ્યાં છીએ ગુજરાતના ટોપ-5 બીચ. જ્યાં જઈને તમને મળશે કુદરતના અસીમ સૌદર્યનો નજારો. અને આ 5 બીચ તમને ફોરેનના બીચને પણ ભુલાવી દે છે.

વેકેશનમાં લોકો સૌથી વધુ બીચ પર જવાનું પસંદ કરે છે. સુંદર, સ્વચ્છ અને એકાંત વાળી જગ્યા પર લોકો રજાઓ ગાળતા હોય છે. ત્યારે તમે ભારતના કોઈ બીચ પર જવાનું વિચારો ત્યારે સૌથી પહેલા આ બીચને પ્રાથમિકતા આપશો. જ્યાં તમને શાંતિની સાથે સુંદરતા અને સ્વચ્છતા તમારા મનને પ્રફુલીત કરશે. આ રહ્યાં ગુજરાતના ટોપ-5 બીચ. તસવીરો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

shivrajpurbeac1.jpg

1) શિવરાજપુર બીચ, દ્વારકા
ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું દ્વારકાનું શિવરાજપુર બીચ ખુબ જ લોકપ્રિય છે.આ બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પણ મળ્યું છે.દ્વારકાના રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો આકર્ષનું કેન્દ્ર છે.ઉદ્યોગ અને શહેરથી દૂર આવેલ શિવરાજપુર બીચ સૌથી શુદ્ધ અને શાંત બીચ છે.

MadhavpurBeach.jpg

2) માધવપુર બીચ
સૌરાષ્ટ્રનું સૌથી સુંદર ગણાતું માધવપુર બીચ પ્રવાસીઓ માટે હોસ્ટપોસ્ટ ગણાય છે.સુંદર રેતી સાથે દરિયાનું ભૂરાશ પડતા રંગનું શાંત પાણી લોકોને ખુબ આનંદ આપે છે.તેમજ બીચ પર છીછરું પાણી હોવાથી નાનાથી લઈ મોટા વ્યક્તિઓ દરિયાકાંઠાની મજા માણી શકે છે..સાથે હોટલ, રેસ્ટોરેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સુવિધાથી માધપવુર બીચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે.

SomnathBeach.jpg

3) સોમનાથ બીચ
સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચમાં સ્થાન ધરાવે છે.તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં આવેલા સુપ્રસિદ્ધ શિવ મંદિરમાં 12માંથી પ્રથમ જ્યોર્તિલિંગ છે.મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે..સોમનાથનો બીચ સ્વિમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી.પરંતુ શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પર મળે છે.

PingleshwarBEACH.jpg

4) પિંગ્લેશ્વર, કચ્છ
પિંગ્લેશ્વર અને માંડવી બીચ કચ્છની સુંદરતામાં વધારો કરે છે.પિંગ્લેશવર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચમાનું એક છે.કચ્છની સુંદરતાનું હબ ગણાતા પિંગ્લેશ્વર બીચનું પ્રવાસીઓમાં ભારે આકર્ષ જોવા મળે છે..ઉપરાંત ત્યાં આવેલું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

TithalBeach.jpg

5) તિથલ બીચ
સુરત અને ઉમરગાંઉની વચ્ચે આવેલ વલસાડનું તિથલ બીચનું પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે.સાથે જ સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો તિથલ બીચની નજીક આવેલા છે.જેથી પ્રવાસીઓ માટે દક્ષિણ ગુજરાતમાં તિથલ બીચ હોસ્ટપોસ્ટ મનાય છે.

આ સિવાય પણ ગુજરાતમાં પોરબંદર નજીકનું મિયાની બીચ, ભાવનગરથી 75 કિલોમીટર દુર આવેલ ગોપનાથ બીચ, ભવાની બીચ, જુનાગઢના માંડવીનું હેમદપુર બીચ, સુપ્રસિદ્ધ દ્વારકા બીચ, જામનગરમાં પીરોટન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાચડી બીચ છે જે પ્રવાસીઓને આકર્ષે છે.આ એવા બીચ છે જે ગુજરાતની સૌથી સુંદર, શાંત અને સ્વચ્છ છે. જો તમને દરિયાકાંઠે ફરવાની મજા આવતી હોય તો અહીં એકવાર ફરવાનો લ્હાવો લેવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news