રાજકોટમાં 6 વર્ષની બાળકીની હત્યા, જવાબદાર પિતાના પ્રેમ સંબંધ કે તાંત્રિક?

શહેરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરોની ઓરડીમાંથી બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ બાદ આજે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે હત્યા કોણે અને શા માટે કરી તે સામે આવ્યું ન હોવાથી તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.

Updated By: Aug 14, 2020, 11:11 PM IST
રાજકોટમાં 6 વર્ષની બાળકીની હત્યા, જવાબદાર પિતાના પ્રેમ સંબંધ કે તાંત્રિક?

રક્ષિત પંડ્યા/રાજકોટ : શહેરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરોની ઓરડીમાંથી બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ બાદ આજે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે હત્યા કોણે અને શા માટે કરી તે સામે આવ્યું ન હોવાથી તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.

Gujarat Corona Update : નવા 1087 દર્દી, 1083 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત

ફૂલ જેવી માસુમનું નામ છે નેન્સી અરવિંદભાઈ ડામોર. જેનું અપહરણ થયા બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં જ ઓરડી બનાવીને રહેતાં મુળ દાહોદના ગરબાડા તાબેના નિમસ ગામના અરવિંદભાઇ રસીયાભાઇ ડામોરની દિકરી નેન્સી (ઉ.વ.૬) ગઇકાલે ૧૩મીએ બપોરે ત્રણથી ચારની વચ્ચે વૃંદાવન ગ્રીન સીટી સાઇટની મજૂરોની રહેણાંક ઓરડીમાંથી ગૂમ થઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારે આ માસુમ બાળકીની પુનિતનગર પાસે જ ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ સ્ટેશનનો ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવી તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, સાઇડ લાઇન થયેલા અધિકારીઓ ફરી મુખ્યધારામાં આવશે

શું છે હત્યાનું રહસ્ય...?
પોલીસના કહેવા મુજબ, અપહરણની ફરિયાદમાં અરવિંદભાઇ અમલીયારે જણાવ્યું હતું કે હું હાલ પરિવાર સાથે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પર રહુ છું . મારા બાજુના ગામ સીમળીયા બુજુર્ગની રેખા સાથે પ્રેમસંબંધ હોઇ તેની સાથે ૨૦૧૨માં લવમેરેજ કર્યા હતાં. લગ્ન જીવનમાં એક દિકરી નેન્સીનો જન્મ થયો હતો. જે હાલ ૬ વર્ષની હતી. એ પછી રેખા સાથે મારે છુટાછેડા થઇ ગયા હતાં. નેન્સી મારી સાથે જ રહેતી હતી. 

અમદાવાદ: પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને...

૨૦૧૫મા ખરેડી ગામની કાળીબેન સાથે મેં લવમેરેજ કર્યા છે. તેના થકી સંતાનમાં એક દિકરી કિર્તી (ઉ.વ.૩) છે. બંને દિકરી અને પત્નિ સાથે છ એક વર્ષથી હું રાજકોટમાં રહુ છું. જોકે નેન્સી ઘર પાસે રમવા જવાનું કહીને ગયા પછી ગુમ થઈ ગઈ હતી. આજે લાશ મળતા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ શરૂ કરી છે. જોકે આ હત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે. હાલ પાંચ અલગ અલગ ટિમો પોલીસે હત્યાનું રહસ્ય જાણવા કામે લગાડી છે. સીસીટીવી ફૂટેજ આધારે પણ ફોરેન્સિકની ટીમ કામ કરી રહી છે.

ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

હાલ પોલીસના કહેવા મુજબ, મૃતક નેન્સીના ગાળાના ભાગે ઇજાના નિશાન છે. ત્યારે તેની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હોવાનું અનુમાન છે. જોકે હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર છે કે પછી કોઈ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની હત્યા કરાઈ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર