નર્મદા ડેમની જળ સાપાટીમાં થયો વધારો, એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન શરૂ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

નર્મદા ડેમની જળ સાપાટીમાં થયો વધારો, એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન શરૂ

જયેશ દોશી/નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાંથી દરરોજ 2557 મેધાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જો કે, મધ્યપ્રદેશ દ્વારા જે વીજળી ગુજરાત નથી આપતીના આક્ષેપો સાથે રાજકારણ પણ ગરમાયુ છે. જેમાં આજે 1 વર્ષ બાદ CHPHના 3 ટર્બાઇ ચાલુ કરવાથી હાલ વીજળીનું ઉત્પાદન સારું કરવામાં આવ્યું છે.

બીટકોઈન કૌભાંડની તપાસ માટે અમેરિકાની FBIના બે અધિકારી આવ્યા સુરત

બીજી બાજુ 3 વર્ષ થી બંધ પડેલ RBPH (રિવર બેડ પાવર હાઉસ)નું પણ તંત્ર દ્વારા મેન્ટેનેસ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તંત્રનો દાવો છે કે, 125 મીટરની ઉપર નર્મદા ડેમની સપાટી જશે તો આ RBPHના પાવર હાઉસ પણ શરૂ  કરવામાં આવશે જેના થકી ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટને વીજળી પુરી પાડવામાં આવશે.

સુરત: ગેસ કટર વડે એટીએમ મશીન તોડી તસ્કરો 14 લાખની ચોરી કરી ફરાર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે .24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. જેને કારણે હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. 

મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. હાલ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે. આવનારા દિવસોમાં ચોમાસુ નબરું રહે તોય ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં ડેમ સક્ષમ થવા જય રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news