ફેસબુકિયા ફ્રેન્ડ પર ભરોસો કરી ગરબામાં ના જતા, નવરાત્રિના પાસની લ્હાયમાં ના કરતા આવી ભૂલ

Navratri 2023: નવરાત્રિમાં છેડતીના બનાવોને રોકવા ગુજરાત પોલીસે જાહેર કરી છે ખાસ ગાઈડલાઈન. આ ગાઈડલાઈન યુવતીઓની સાથો-સાથ તેમના વાલીઓએ પણ વાંચવાની અને તેને ફોલો કરવાની ખાસ જરૂર છે. આપણાં સંતાનો સાથે કોઈ અણબનાવ ન બને તેના માટે પોલીસને સહકાર આપવો જરૂરી છે.

ફેસબુકિયા ફ્રેન્ડ પર ભરોસો કરી ગરબામાં ના જતા, નવરાત્રિના પાસની લ્હાયમાં ના કરતા આવી ભૂલ

Navratri 2023/ ઝી બ્યૂરો, અમદાવાદઃ હાય...શું કરે છે આજે? સાંજે ગરબામાં આવવું છે? મારી પાસે પાસ આવી ગયા છે...ફેસબુક, ઈન્સ્ટા કે વોટ્સએપ પર આવા મેસેજ કરનારા અજાણ્યા મિત્રોથી ચેતજો. સોશિયિલ મીડિયા પર બનેલા મિત્રો તમારા ભોળપણનો લાભ લઈને કરી શકે છે તેનો દૂરઉપયોગ. તેની નવરાત્રિમાં આવા તત્ત્વોથી દૂર રહેવું અને ભૂલીને પણ આવા લોકો સાથે ગરબામાં ન જવું. યુવતીઓને ખુદ ગુજરાત પોલીસે આ ચેતવણી આપી છે. વાલીઓએ પણ પોતાના સંતાનો ખાસ કરીને પોતાની દીકરીઓ કયા જઈ રહી છે, કોની સાથે જઈ રહી છે તેની સંપૂર્ણ તકેદારી રાખવી. જરૂર પડે ત્યારે તુરંત જ 100 નંબર ડાયલ કરવો અથવા સી-ટીમનો સંપર્ક કરવો.

વધતા જતા મહિલા લક્ષી ગુનાઓને અટકાવવા માટે ગુજરાત પોલીસે નવરાત્રિને લઈને સ્પેશિયલ ગાઈડલાઈન બહાર પાડી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર બનેલાં દોસ્તોનો સહેજ પણ ભરોસો ન કરવો, એકાંતવાળી જગ્યાએ કોઈ બોલાવે તો ન જવું અને અપિરિચિતોથી દૂર રહેવા ગુજરાત પોલીસે આપી છે સલાહ. નવરાત્રિને લઈને ગુજરાત પોલીસે 7 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે.

નવરાત્રિમાં આ વખતે કેવું છે અમદાવાદમાં આયોજન?
સોશિયલ મીડિયાના વધતા જતા ટ્રેન્ડને કારણે સંબંધોની પરિભાષા પણ બદલાઈ ગઈ છે. જોકે, તેના લીધે કોઈ તમારો ગેરલાભ ન લઈ જાય તેની પણ તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને ચાલુ વર્ષે અમદાવાદમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ફાર્મ હાઉસ મળીને 60 થી 70 જગ્યાએ નવરાત્રિમાં રાસ - ગરબાનું આયોજન કરાયું છે. જો કે ગરબા દરમિયાન અને ત્યારબાદ લોકોએ શું ધ્યાન રાખવું તે અંગે પોલીસે ગાઈડલાઈન જારી કરી છે. જેમાં લોકોને એકાંત વાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા થઇ હોય તો તેવા મિત્રને નહીં મળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. 

નવરાત્રિમાં અજાણ્યા શખ્સો સાથે દોસ્તી કરવી નહીંઃ
આ ઉપરાંત પોલીસે લોકોને એવી અપીલ કરી છે કે તમે જે પણ ગ્રૂપના લોકો સાથે રાસ - ગરબા રમવા ગયા હોય તેમની સાથે જ ગરબા રમવું. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં કે તેમને ગ્રૂપમાં સામેલ કરવા પણ નહીં.

નવરાત્રિમાં છેડતીના બનાવો રોકવા શું છે આયોજન?
શહેરના દરેક પાર્ટી પ્લોટ, ક્લબ અને ફાર્મ હાઉસમાં મોટા સંખ્યામાં લોકો રાસ - ગરબા રમવા અને જોવા આવે છે. જેમાં છેડતીના બનાવો પણ બને છે. જો કે યુવતીઓની છેડતી કરનારા રોમિયોને પકડવા માટે મહિલા પોલીસની શી ટીમે રાસ ગરબાના દરેક સ્થળે ચણિયાચોળી પહેરીને ગરબા રમશે.

ટ્રાફિક જામ થશે ગરબાની મંજૂરી રદઃ
જે પણ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ક્લબમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેની બહારના રોડ ઉપર ટ્રાફિક જામ ન થાય તે માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. તેમજ પાર્કિંગના સ્થળે સિક્યોરિટી ગાર્ડ અને સ્વયંસેવકો રાખવા ફરજિયાત છે. તેમ છતાં જો ક્યાંય પણ ટ્રાફિક જામ થશે તો તેવા આયોજકોની ગરબાની મંજૂરી રદ કરી દેવાશે અને ગરબા બંધ કરી દેવાશે.

નવરાત્રિમાં યુગલોએ અવાવરું જગ્યાએ એકાંતમાં બેસવું નહીંઃ
એકાંતમાં બેઠેલા યુગલ અગાઉ લૂંટાયા હતા ભૂતકાળમાં નવરાત્રિમાં એકાંતમાં બેઠેલા યુગલોને હથિયારોની લૂંટી લેવાની ઘટનાઓ બની હતી. જેનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવી.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તમારી સેફ્ટી માટે જ પોલીસે લોકોને એકાંત વાળી જગ્યાએ નહીં જવા માટે દરેક પાર્ટી પ્લોટ, ક્લબ, ફાર્મ હાઉસમાં અપીલ કરી છે. એન્ટી પોઈન્ટ તેમજ અંદર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે. તેમજ એસજી હાઈવે એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ, આશ્રમ રોડસહિતના તમામ મહત્વના રસ્તાઓ ઉપર પણ પોલીસ હાજર રહેશે. પોલીસ પેટ્રોલિંગ પણ કરશે. નવરાત્રિમાં અજાણી વ્યક્તિ સાથે કંઈપણ ખાવું પીવું નહીં. તમને કોઈપણ કેફી દ્રવ્ય મીલાવીને પોતાની સાથે લઈ જઈ શકે છે. તેથી સચેત રહેવું.

અજાણી વ્યક્તિને ફોટો-વીડિયો ન લેવા દેશોઃ
- પોતાના ગૃપ સાથે જ રાસ-ગરબા રમવાનો આગ્રહ રાખવો.
- કોઈપણ અપરિચિત વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં.
- અપરિચિત વ્યક્તિ દ્વારા પીવાનું પાણી ઓફર કરવામાં આવે આપવી ન.
- સોશિયલ મીડિયા મારફતે મિત્રતા થઈ હોય તેવા અજાણ્યા લોકોથી દૂર રહેવું.
- વધારે ઓળખાણ ન હોય તેવી વ્યક્તિથી દૂર જ રહેવું. તેવી વ્યક્તિને ને મળવાનું ટાળવું.
- રાસ-ગરબા તમારી કોઈ પણ અંગત વિગત કોઈ પણ અપરિચિત વ્યક્તિને આપવી નહીં.
- અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જવું નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news