આણંદના માઇ ભક્તના ઘરે પુત્રીનો જન્મ થતાં અંબાજીમાં કર્યું સોનાનું મોટું દાન, બીજા નોરતે ભંડારો છલકાયો!

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સોનાનું દાન આવતું રહે છે, ત્યારે નવરાત્રિ ટાણે આણંદના માઇ ભક્તે 251 ગ્રામ સોનાનું દાન કર્યું છે. આણંદના ભક્તના ઘરે પુત્રીનો જન્મ થતાં માનતા પૂર્ણ કરવા પરિવાર સાથે મા અંબાના ધામમાં આવ્યા હતા.

આણંદના માઇ ભક્તના ઘરે પુત્રીનો જન્મ થતાં અંબાજીમાં કર્યું સોનાનું મોટું દાન, બીજા નોરતે ભંડારો છલકાયો!

પરખ અગ્રવાલ/અંબાજી: મા શક્તિના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થયો છે, જેને પગલે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના શરણે પ્રથમ નોરતે શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું હતું. અંબાજીમાં પ્રથમ નોરતે એક લાખ શક્તિ ઉપાસકો મા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે બીજો નોરતું છે, ત્યારે આજે પણ ભક્તોનું અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ફરી એકવાર અંબાજી મંદિર ટ્રસ્ટને નવરાત્રી નિમિત્તે મોટું સુવર્ણદાન મળ્યું છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સોનાનું દાન આવતું રહે છે, ત્યારે નવરાત્રિ ટાણે આણંદના માઇ ભક્તે 251 ગ્રામ સોનાનું દાન કર્યું છે. આણંદના ભક્તના ઘરે પુત્રીનો જન્મ થતાં માનતા પૂર્ણ કરવા પરિવાર સાથે મા અંબાના ધામમાં આવ્યા હતા. ગત વર્ષે પણ શ્રદ્ધાળુ દ્વારા કોરોનાથી મુક્તિ મળતા 251 ગ્રામ સોનુ દાન કર્યું હતું. ગત વર્ષે સોનું દાન કર્યું ત્યારે તેમને માતાજીને માનતા માની હતી કે પોતાના પુત્રના ઘરે પુત્રી જન્મ થાય તો ફરીથી 251 ગ્રામ સોનુ માતાજીને દાન કરીશું. માતાજીએ મનોકામના પૂર્ણ કરતા ફરીથી આ પરિવાર સોનું દાન કરવા પરિવાર સાથે આવ્યો હતો. 

અંબાજી મંદિરમાં સોનાની પૂજા અર્ચના કરાઈ હતી. આણંદના માઈ ભક્તે કરેલા સોનાના દાનની અંદાજે કિંમત 13.11 લાખ જેટલી થાય છે. આણંદના માઈ ભક્તે સો સો ગ્રામના બે બિસ્કીટ 50 ગ્રામનો એક બિસ્કીટ અને એક ગ્રામની લગડીનું દાન કર્યું હોવાની માહિતી મળી રહી છે. 

મહત્વનું છે કે, નવરાત્રીના પ્રારંભે નીજ મંદિરમાં વૈદિક મંત્રોચાર સાથે ઘટસ્થાપન અને જવારા વિધિ યોજાઈ હતી. એક માઈ ભક્તે 1.37 લાખનો સુવર્ણ હાર સહીત એક લાખ રોકડનું દાન કર્યું હતું. નવરાત્રીનું ખાસ કરીને શક્તિ ઉપાસકો માટે મહત્વનું હોઈ અંબાજી ધામ અને મંદિર શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું.  

નવરાત્રીનું ખાસ કરીને શક્તિ ઉપાસકો માટે મહત્વનું હોઈ અંબાજી ધામ અને મંદિર હકડેઠઠ શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. પ્રથમ નોરતે એક લાખથી પણ વધુ શક્તિ ઉપાસકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રથમ નોરતે સવારે શુભ મુહૂર્તમાં માતાજીની માંડવડીયોની ચાચર ચોકમાં સ્થાપના કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news