રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે આવ્યા છે મોટા સારા સમાચાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે સાંજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે આવ્યા છે મોટા સારા સમાચાર

રાજકોટ : રાજકોટ સહીત સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રની સૌથી ઝડપી રાજકોટ-મુંબઈ દુરંતો ટ્રેનનું આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું. મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલતી સંપૂર્ણ વાતાનુકૂલિત દૂરંતો એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની  મંજૂરી મળ્યાં બાદ આ ટ્રેનને રવિવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

સૌરાષ્ટ્રને સૌ પ્રથમ મળેલી સંપૂર્ણ વાતાનુકૂલિત અને ઝડપી ટ્રેન રાજકોટથી મુંબઇ વચ્ચેનું 737 કિલોમીટરનું અંતર 11 કલાકમાં પૂરું કરશે જેને કારણે મુસાફરોનો મુંબઇની અન્ય ટ્રેનો કરતાં 3 કલાકનો સમય બચી શકશે. અત્યાર સુધી રાજકોટ થી મુંબઈ માત્ર બે ટ્રેન જતી હતી જેમાં સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 14 કલાક નો સમય લેતી હતી અને બીજી સૌરાષ્ટ્ર મેલ 12 કલાક નો સમય લેતી હતી જયારે આજથી શરૂ થયેલ દુરંતો ટ્રેન માત્ર 11 કલાકમાં મુસાફરો ને મુંબઈ પહોંચાડી શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે સાંજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સૌ પ્રથમ રાજકોટ-મુંબઈ વચ્ચે શરૂ થયેલ દુરંતો ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અને પછી 150 ફૂટ રિંગ રોડ ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં બૌદ્ધિક સંમેલન તેમજ રેસકોર્સ સ્થિત સ્વામી નારાયણ સાસણથમાં હાજરી આપી હતી. રાજકોટ આવેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અદાણી હોસ્પિટલમાં થયેલ બાળકોના મોતને લઇ સરકાર ચિંતિત છે અને સરકાર દ્વારા આ માટે અદાણી હોસ્પિટલ ખાતે ટીમ મોકલવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news