નીતિન પટેલ ફાઇનલ હતા પરંતુ છેલ્લી ઘડીએ કઇ રીતે પડી ગયો ખેલ? જાણો સમગ્ર ઘટનાક્રમ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નીતિન ભાઇ પટેલના નામની જાહેરાત ગમે તે ઘડીએ થઇ શકે છે. બેઠક દરમિયાન આર.સી ફળદુ, નીતિન પટેલ અને સી.આર પાટીલનાં નામ પર મંથન થયું હતું. જો કે જે પ્રકારે નેતાઓ બહાર આવ્યા તેમની બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ રીતે જણાઇ આવતું હતં કે, નીતિન પટેલ જ મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે. 

નીતિન પટેલ ફાઇનલ હતા પરંતુ છેલ્લી ઘડીએ કઇ રીતે પડી ગયો ખેલ? જાણો સમગ્ર ઘટનાક્રમ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નીતિન ભાઇ પટેલના નામની જાહેરાત ગમે તે ઘડીએ થઇ શકે છે. બેઠક દરમિયાન આર.સી ફળદુ, નીતિન પટેલ અને સી.આર પાટીલનાં નામ પર મંથન થયું હતું. જો કે જે પ્રકારે નેતાઓ બહાર આવ્યા તેમની બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ રીતે જણાઇ આવતું હતં કે, નીતિન પટેલ જ મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે. 

સી.આર પાટીલ જ્યારે બહાર નિકળ્યા ત્યારે તેમની સાથે ગણપતભાઇ હતા જો કે સી.આર પાટીલ ખુબ જ ડાઉન અને બેચન લાગી રહ્યા હતા. તેમની ચાલ પરથી પણ તેઓ ખુબ જ વ્યથીત હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું હતું. હતું. તેમની સાથે બાવળીયા પણ હતા. તેઓ પોતાના નિયમિત બોડીલેંગ્વેજ કરતા થોડા વધારે નર્વસ લાગી રહ્યા હતા. 

જો કે નીતિન પટેલ શરૂઆતથી જ જ્યારે પ્રવેશ્યા ત્યારે પણ ખુબ જ હળવા મુડમાં હતા. તેઓએ કેમેરામેન સાથે પણ રમુજ કરી હતી. આ ઉપરાંત જ્યારે તેઓ બહાર નિકળ્યા ત્યારે પણ તેમની બોડીલેંગ્વેજ ઘણુ કહી આપતી હતી. તેમની ભાજપના મહામંત્રી તરૂણ ચુગ હતા. તેઓ પણ હસી રહ્યા હતા. નીતિન પટેલ પણ હસી રહ્યા હતા. તેઓ ખુબ જ એનર્જીમાં અને પ્રફુલીત હોય તેમ લાગી રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news