સુરતમાં આજથી નવી પાર્કિંગ પોલિસી લાગુ, પાર્કિંગના ચાર્જ તથા અન્ય માહિતી માટે કરો ક્લિક
રાજ્યમાં સુરત શહેરે આજથી નવી પાર્કિંગ પોલિસી લાગુ કરી છે. જે મુજબ એક મહિનો ફ્રી અને ત્યારબાદ ચાર્જ લાગશે. ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી છે.
Trending Photos
તેજશ મોદી, સુરત: રાજ્યમાં સુરત શહેરે આજથી નવી પાર્કિંગ પોલિસી લાગુ કરી છે. જે મુજબ એક મહિનો ફ્રી અને ત્યારબાદ ચાર્જ લાગશે. ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી છે. ગત વર્ષે સરકાર પાસેથી મંજૂરી મળી જતા તેને લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે આજથી પાર્કિંગ પોલિસી લાગુ કાવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 15 રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં પાર્કિંગ કરવાનું રહેશે, જો અહીંના બદલે અન્ય કોઈ જગ્યા પર પાર્કિંગ કરવામાં આવશે, તો પાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે.
અત્રે જણાવવાનું કે લોકો પાર્કિંગ પોલિસી માટે તૈયાર થયા તેને પગલે એક મહિનો વાહનોને ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવશે. સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનો સાથે ટ્રાફિકની સમસ્યાનો શહેરમાં ઉકેલ લાવવા લોકોમાં પાર્કિંગ સેન્સ કેળવવા સુરત મહાનગર પાલિકાએ પાર્કિંગ પોલિસી અને પાર્કિંગ બાઇલોઝ તૈયાર કરીને ગત વર્ષે 10 ઓક્ટોબરના રોજ સરકારમાં રજૂ કરી હતી જેને મંજૂરી મળી છે. પોલિસીમાં મુખ્યત્વે ઓનસ્ટ્રીટ પાર્કિંગ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ માટે નિયત દર વસુલવાની જોગવાઇ છે. જેને કારણે સામાન્ય દર ભરપાઇ કરી લોકો સુવ્યવસ્થિત અને સલામત પાર્કિંગનો લાભ મેળવી શકશે.
રસ્તા પર આડેધડ પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પાલિકાનો દાવો છે. મહત્વનું છે કે પાર્કિંગ પોલિસી અને બાયલોઝને સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે મનપાના સાત ઝોનના કુલ વિસ્તારોમાં 2-2 રસ્તાઓ મળી કુલ 15 રસ્તાઓ ઉપર પ્રાયોગિક ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવ્યો છે. ઝોનમાં નોડલ ઓફિસર, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા માર્શલોની ટીમ ઓન સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરાવશે. નો પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા તથા પાર્કિંગ માટે નિયત જગ્યામાં એટલે કે 15 જાહેર કરાયેલા પ્રિમિયમ રસ્તાઓ પર સફેદ પટ્ટામાં કતાર બંધ તથા નીશાની કરવામાં આવેલી જગ્યામાં પાર્કિંગ કરવા માર્ગદર્શન આપવામાં આવશે.
નો પાર્કિંગ જગ્યામાં પાર્કિંગ કરનાર ને હાલના તબક્કે કોઈ ફાઇન-પેનલ્ટી વસુલ લેવામાં આવશે નહી, ફક્ત માહિતી આપીને સમજાવવામાં આવશે. એક મહિના સુધી જ આ વ્યવસ્થા રહેશે ત્યાર બાદ પોલિસીનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે ત્યારે દંડની વસુલાત તથા પેનલ્ટી વસુલ કરાશે. ચાર્જીસ તથા દંડની રકમ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે.
એક મહિનો ફ્રી પછી ચાર્જ વસુલાશે
પાલિકા દ્વારા લોકોને પાર્કિંગ પોલીસીની માહિતી મળી રહે તે માટે 20 જાન્યુઆરીથી લઈ ને 20 ફેબ્રુઆરી સુધી પાર્કિંગ ફ્રી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ઓનસ્ટ્રીટ પાર્કિંગ એટલે કે શહેરના મુખ્ય પ્રિમિયમ રસ્તા પર પાડેલા સફેદ પટ્ટા પર પાર્કિંગના અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ એટલે કે શહેરના મોટા રસ્તાઓ નજીક નિર્ધારિત કરાયેલા પ્લોટ જગ્યા પર પાર્કિંગ માટે નક્કી કરવામાં આવેલા ચાર્જ લાગુ કરવામાં આવશે. પાર્કિંગના ભવિષ્યના ચાર્જીસ આ પ્રમાણે છે.
તમામ રસ્તા પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ
તમામ રસ્તા પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જ | |||||
કલાક | 3 | 6 | 9 | 12 | 24 |
થ્રી વ્હિલર | 25 | 30 | 45 | 65 | 80 |
કાર | 30 | 40 | 60 | 90 | 110 |
ટેમ્પો | 40 | 60 | 80 | 110 | 130 |
ટ્રક | 90 | 110 | 165 | 250 |
300 |
પ્રિમિયમ એરિયા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જીસ | |||||
કલાક | 3 | 6 | 9 | 12 | 24 |
થ્રી વ્હિલર | 20 | 25 | 35 | 45 | 60 |
કાર | 25 | 30 | 45 | 60 | 80 |
ટેમ્પો | 35 | 50 | 70 | 90 | 110 |
ટ્રક | 60 | 100 | 150 | 200 | 250 |
આંતરિક રસ્તા માટે ઓફ સ્ટ્રીટ પાર્કિંગ શહેરી વિસ્તાર | ||||
કલાક | 6 | 12 | 18 | 24 |
થ્રી વ્હિલર | 15 | 25 | 35 | 45 |
કાર | 20 | 30 | 45 | 60 |
ટેમ્પો | 30 | 50 | 70 | 90 |
ટ્રક | 50 | 100 | 150 | 200 |
ઓફ સ્ટ્રીટ પાર્કિંગ પ્રિમિયમ વિસ્તારો માટે ચાર્જીસ | ||||
કલાક | 6 | 12 | 18 | 24 |
થ્રી વ્હિલર | 20 | 30 | 45 | 65 |
કાર | 25 | 40 | 60 | 90 |
ટેમ્પો | 35 | 60 | 80 | 110 |
ટ્રક | 75 | 110 | 165 | 250 |
ઓન-ઓફ સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જીસ | |||||
કલાક | 3 | 6 | 9 | 12 | 24 |
બાઈક | 10 | 15 | 20 | 25 | 40 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે