કોણે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા મોકલ્યું નકલી ખાતર? સો ટકા 50થી વધુ ખેડૂતો રડશે!

સૌથી મોટી વાત તો એ છે કે 54 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં આ નકલી ખાતર નાંખી પણ દીધું છે. બે મહિના પહેલા જ આ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું. અને આ ઘઉંમાં તેમણે નકલી ખાતર નાંખતા તેમનો સમગ્ર પાક નષ્ટ જવાની પુરેપુરી સંભાવના છે.

કોણે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા મોકલ્યું નકલી ખાતર? સો ટકા 50થી વધુ ખેડૂતો રડશે!

દિનેશ ચંદ્રવાડિયા/રાજકોટ: નકલી અધિકારી, નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે ખેડૂતોને પાયમાલ કરવા માટે નકલી ખાતર પણ આવી ગયું છે. અન્નદાતાને નકલી ખાતર આપી દેવાના ડુંગર નીચે દબાવી દેવાના આ ઘટનાને કારણે ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે. શું છે આ સમગ્ર ઘટના?

અન્નદાતાને પાયમાલ કરવાનો સામાન છે નકલી ખાતર...ધરતીપુત્રોને દેવાના ડુંગર નીચે દવાબી દેવાનો સામાન છે. લીલાછમ લહેરાતા પાકને બરબાદ કરવાનો સામાન છે. ગુજરાતમાં તમે અનેક નકલી વસ્તુ જોઈ હશે. તેમાં હવે વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે અને આ વસ્તુ એટલે નકલી ખાતર...સાંભળીને જ નવાઈ લાગતી હશેને તમને? પરંતુ આ સત્ય ઘટના બની છે રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં...જ્યાં સહકારી મંડળીમાંથી જ ધરતીપુત્રોને રાહત દરે અપાતું ખાતર નકલી હોવાનું સામે આવ્યું છે. 

સૌથી મોટી વાત તો એ છે કે 54 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં આ નકલી ખાતર નાંખી પણ દીધું છે. બે મહિના પહેલા જ આ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું. અને આ ઘઉંમાં તેમણે નકલી ખાતર નાંખતા તેમનો સમગ્ર પાક નષ્ટ જવાની પુરેપુરી સંભાવના છે. સરદાર નામનું આ નકલી ખાતર જે ખેડૂતોએ પોતાના ખેતરમાં નાંખ્યું હતું ત્યાં પાકનો જરા પણ વિકાસ થયો નથી. તો જેણે બીજા ખાતરનો ઉપયોગ કર્યો હતો તેમના ખેતરમાં હાલ લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે.

નકલી ખાતરથી ખેડૂતો પાયમાલ! 

  • 54 જેટલા ખેડૂતોએ ખેતરમાં નકલી ખાતર નાંખ્યું
  • 2 મહિના પહેલા જ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું
  • નકલી ખાતર નાંખતા સમગ્ર પાક નષ્ટ જવાની સંભાવના

શું તમે IAS કે IPS ઓફિસર બનવા માંગો છો, UPSC ઇન્ટરવ્યું પાસ કરવા આ 5 ટિપ્સ આવશે કામ

આ નકલી ખાતર ક્યાંથી આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ ખેડૂતોએ તપાસ કરી તો મંડળીના સંચાલકો ખાતરની અછતને પહોંચી વળવા અમદાવાદની પ્રાઈવેટ કંપની સમૃદ્ધિ ફર્ટિલાઈઝર પાસેથી ડુબ્લિકેટ ખાતરની 400 થેલીનો જથ્થો મંગાવ્યો હતો...હવે આ નકલી ખાતર મામલે ખેડૂતોએ ખેતીવાડી વિભાગને યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી છે.

ક્યાંથી આવ્યું નકલી ખાતર?
અમદાવાદની સમૃદ્ધિ ફર્ટિલાઈઝર પાસેથી ખાતરની 400 થેલી મંગાવાઈ હતી.

નકલી ખાતરને કારણે 50થી વધુ ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. તેમનો પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ નકલીના સોદાગરો પર ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news