અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના માત્ર 10% બેડ ખાલી, તંત્રની ચિંતામાં વધારો
સતત વધી રહેલા કેસને કારણે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના 90 ટકા બેડ કોરોના પોઝિટિપ દર્દીઓથી ભરાયા છે. હવે માત્ર 10 ટકા બેડ ખાલી રહેતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ અમદાવાદ શહેરમાં 202 કેસ સામે આવ્યા છે. કોરોનાના દર્દીઓ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઊંઘ ઉડી છે. સતત વધી રહેલા કેસને કારણે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના 90 ટકા બેડ કોરોના પોઝિટિપ દર્દીઓથી ભરાયા છે. હવે માત્ર 10 ટકા બેડ ખાલી રહેતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1070 નવા કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તો એક તરફ શહેરમાં ઠંડીનું આગમન થઈ રહ્યું છે તો દિવાળીના તહેવારના લીધે બજારોમાં ખરીદી માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી. આ કારણે શહેરમાં હજુ પણ કેસ વધવાની શક્યતા છે. હાલ ખાનગી હોસ્પિટલમાં માત્ર 10 ટકા બેડ ખાલી છે.
અમદાવાદ કોર્પોરેશનની ચિંતામાં વધારો
બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં 450થી વધારે બેડ ખાલી હતી. આજની તારીખે કોરોના દર્દીઓ માટે માત્ર 237 બેડ ખાલી રહ્યા છે. તો ઠંડીની સીઝન, તહેવાર અને બીજીતરફ કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ભરાય રહી છે. અમદાવાદમાં કુલ 71 કોવિડ હોસ્પિટલમાં 1967 બેડ પર હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદની જુદી જુદી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 2204 જેટલા બેડ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
હાલની સ્થિતિ મુજબ આઇસોલેશનના 743 બેડ ફૂલ તો માત્ર 98 બેડ ખાલી છે. HDUના 759 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ તો માત્ર 71 બેડ જ ખાલી છે. ICU વિથઆઉટ વેન્ટીલેટરના 320 બેડ ફૂલ તો માત્ર 42 જ બેડ ખાલી છે. ICU વિથ વેન્ટિલેટરના 145 બેડ દર્દીથી ભરાયા તો હાલ માત્ર 26 બેડ ખાલી છે. તો બીજી તરફ AMC સંચાલિત હોસ્પિટલમાં 294 બેડ હાલ ખાલી છે.
અમદાવાદમાં આવેલા સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે. બપોર સુધીમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 600 થી વધુ કોરોનાના દર્દીઓ હતા સારવાર હેઠળ છે. છેલ્લા 3 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે