મુન્દ્રામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી, તંત્રના વાંકે લોકોને હિજરત કરવી પડી

કચ્છના મુન્દ્રામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા એરિયામાં તંત્રના વાંકે લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. પ્રી મોન્સૂન કામગીરી કે વરસાદી સમયમાં તંત્રની મદદ ન મળતા સ્થાનિકો પરેશાન બની ગયા છે લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે.

Updated By: Aug 31, 2020, 10:47 PM IST
મુન્દ્રામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી, તંત્રના વાંકે લોકોને હિજરત કરવી પડી

રાજેન્દ્ર ઠકકર, ભુજ: કચ્છના મુન્દ્રામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા એરિયામાં તંત્રના વાંકે લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. પ્રી મોન્સૂન કામગીરી કે વરસાદી સમયમાં તંત્રની મદદ ન મળતા સ્થાનિકો પરેશાન બની ગયા છે લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે.

આ પણ વાંચો:- પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, સરકાર પાસે સહાયની માંગ

રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. આખા કચ્છમાં પણ મેઘો મહેરબાન થયો છે. જો કે કાંઠાળપટ્ટાના માંડવી અને મુન્દ્રામાં મેઘરાજા મહેર નહિ પણ કહેર બની વરસતા હવે અતિવૃષ્ટિ જેવી સ્થિતિથી લોકો પરેશાન બની ગયા છે. ભારે વરસાદ બાદ મુન્દ્રાના નીચાણવાળા એરિયા ખારી વિસ્તાર, ગુર્જર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અહીં સોથી સવાસો ઘર આવેલા છે. જોકે ભારે વરસાદ અને સતત વહેતા પાણીથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.

આ પણ વાંચો:- Video : આ છે ગુજરાતના અસલી જળરક્ષકો, પૂરના પાણીમાંથી લોકોને ઉગાર્યાં

નીચાણવાળા એરિયામાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકશાની થઈ છે. તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા અમુક લોકોએ હિજરત કરી છે. સફાઈ મુદ્દે વારંવાર રજૂઆતો છતાં કોઈ કામગીરી થઈ નથી. હાલની સ્થિતિએ તંત્રના પાપે લોકો પરેશાન બની ગયા છે. ઘરમાં વરસાદી પાણી, બહારે પણ વરસાદી પાણી તે વચ્ચે હજી પણ વરસાદની આગાહીએ લોકોનું જનજીવન ડામાડોળ કરી નાખ્યું છે. લોકો હવે મદદની પુકાર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર