એક સામાન્ય વીડિયોના કારણે અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરી લીધી આત્મહત્યા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: હેડ કોન્સેટબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ કરીને દારૂ પીધો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની બદનામી થતા ડિપ્રેશનમા આવેલા પોલીસ કર્મચારીએ અંતિમ પગલુ ભર્યુ. પોલીસે વિડીયો ઉતારનાર શખ્સો વીરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી. ઉત્તરાયણના દિવસે મોજ કરીને ટીકટોક બનાવી રહેલા આ પોલીસ કર્મચારીની જીદંગી 20 દિવસમા બદલાઈ ગઈ અને તેણે આપઘાતનુ પગલુ ભર્યુ. ખાડીયા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ લાલભાઈ પગીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ.
ગોમતીપુર પોલીસ લાઈનમા ભુરાભાઈ પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. ચાર-પાંચ દિવસ પહેલા હેડ કોન્સ્ટેબલ મ્યુનિસપલ કોર્પોરેશનની જેટ ટીમની સાથે તમાંકુ ખાઈને થુકતા લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરી રહયા હતા. આ દરમ્યાન એક સ્થાનિક વ્યકિતએ તેમનો વિડીયો બનાવીને દારૂ પીવાનો આક્ષેપ કરીને વિડીયો વાયરલ કર્યો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સ્થાનિક વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ પણ કરી. પણ સોસીયલ મિડીયામા વિડીયો વાયરલ થતા ભુરાભાઈ ડિપ્રેશનમા આવી ગયા હતા. અને તેમણે આપઘાત કરી લીધો.
હેડ કોન્સેટબલ ભુરાભાઈ પગી દારૂ નહિ પીધો હોવા છંતા સ્થાનિક વ્યકિતએ પૈસાનો તોડ કરવા ખોટો આક્ષેપ કરીને વિડીયો બનાવ્યો હોવાની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ભુરાભાઈ પીએસઆઈની તૈયારીઓ કરી રહયા હતા. સોસીયલ મિડીયામા વિડીયો વાયરલ થતા એક હસતો-બોલતો પરિવારમા માતમ છવાઈ ગયો. ગોમતીપુર પોલીસે આપઘાતને લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી. પોલીસ કર્મચારીના આપઘાતથી પોલીસ બેડામા દુખનુ વાતાવરણ છવાઈ ગયુ છે. ગોમતીપુર પોલીસે વિડીયો ઉતારનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે