Independence Day : મુખ્યમંત્રીના સંબોધન સમયે પોલીસ જવાન બેહોશ થઈને ઢળી પડ્યો

રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં કરવામાં આવી છે. સવારે નવ વાગ્યે મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરીને સંબોધન કર્યું હતું. ત્યારે સીએમ વિજય રૂપાણીના સંબોધન સમયે એક પોલીસ જવાન ઢળી પડ્યો હતો. આ જવાનને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો હતો. કલાકો સુધી ઉભા રહેવાના કારણે જવાન અશક્ત થયો હતો અને તે ચક્કર ખાઈને બેહોશ થયો હતો. 

Independence Day : મુખ્યમંત્રીના સંબોધન સમયે પોલીસ જવાન બેહોશ થઈને ઢળી પડ્યો

રવિ અગ્રવાલ/છોટાઉદેપુર :રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં કરવામાં આવી છે. સવારે નવ વાગ્યે મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરીને સંબોધન કર્યું હતું. ત્યારે સીએમ વિજય રૂપાણીના સંબોધન સમયે એક પોલીસ જવાન ઢળી પડ્યો હતો. આ જવાનને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો હતો. કલાકો સુધી ઉભા રહેવાના કારણે જવાન અશક્ત થયો હતો અને તે ચક્કર ખાઈને બેહોશ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 26 મી જાન્યુઆરી ઉજવણી સમયે પણ એક ઘટના બની હતી. પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન બાઈક સ્લીપ થયું હતું જેને કારણે કુલ 8 લોકોને નાની-મોટી ઈજા થઇ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news