ડ્રગ્સ કાંડમાં સારા સારા ઘરની છોકરીઓનાં નામ આવ્યા સામે, ડ્રગ્સ માટે કહો તે કરવા થઇ જતી તૈયાર

અમેરિકાથી ડ્રગ્સ મંગાવી અમદાવાદ અને તેની આસપાસ આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને વેચાણ કરતા બે ડ્રગ્સ ડીલરોની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ જ ગુનામાં ગ્રામ્ય એલસીબીએ આરોપીને ઝડપી આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જો કે આ ગુનામાં સુરત અને વલસાડના કેટલાક આરોપીઓની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Updated By: Nov 19, 2021, 08:02 PM IST
ડ્રગ્સ કાંડમાં સારા સારા ઘરની છોકરીઓનાં નામ આવ્યા સામે, ડ્રગ્સ માટે કહો તે કરવા થઇ જતી તૈયાર
પ્રતિકાત્મક તસવીર

ઉદય રંજન/અમદાવાદ : અમેરિકાથી ડ્રગ્સ મંગાવી અમદાવાદ અને તેની આસપાસ આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને વેચાણ કરતા બે ડ્રગ્સ ડીલરોની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ જ ગુનામાં ગ્રામ્ય એલસીબીએ આરોપીને ઝડપી આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જો કે આ ગુનામાં સુરત અને વલસાડના કેટલાક આરોપીઓની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ગુજરાત પર કુદરત રૂઠી? કમોસમી વરસાદથી સરકાર વગર આંસુએ રડવું પડે તેવી સ્થિતિ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી વિપલ સંજયગીરી ગોસ્વામી અને ઝીલ પરાતે છે. જે બન્ને ડ્રગ ડીલર તરીકે છુટક ડ્રગ્સ મેળવી વેચાણ કરતા હતા. ઝડપાયેલા આરોપી અગાઉ પોલીસે પકડેલા બે આરોપી વંદીત પટેલના અને પાર્થ શર્મા પાસેથી અમેરિકન ડ્રગ મેળવી છૂટકમાં વેચાણ કરતા હતા. સાથે જ આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી કે મોટાભાગે ડ્રગ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા નબીરાઓને વેચ્યુ હોવાનું સામે આવ્યું છે. સાથે જ છેલ્લા બે વર્ષમાં આશરે આઠ કરોડથી વધુનું ડ્રગ્સ વેચાણ કરી ચુક્યા છે.

અડધા ગુજરાતનાં વાહનો બિનકાયદેસર જાહેર થાય તેવું કૌભાંડ, તમારી ગાડી તો કાયદેસર છે કે પછી...

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમેરિકન ડ્રગ્સ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી મોબાઇલ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારણકે ડ્રગ્સ ખરીદવા માટે ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરવામાં આવતું હતું. જેથી આરોપીઓ કઈ કઈ વેબસાઈટનો ઉપયોગ કરતા હતા. અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કેવી રીતે કરવામાં આવતો હતો. તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સના પાર્સલ કોના નામે અને કયા સરનામે આવ્યા છે આવ્યા છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખના કોયડાને લઈને કકળાટ વધ્યો, દિલ્હી દરબારમાં પહોંચી જૂથવાદની વાત

નશાના કારોબાર જોતરાયેલા ચારેય યુવકો ઉચ્ચ શિક્ષણ અને સારા પરિવારના પુત્રો છે. પરંતુ નશાના બંધાણી થયા બાદ પોતાના શોખ પૂરા કરવા ડ્રગ્સનું વેચાણ પણ કરવા લાગ્યા હતા. જોકે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ ખરીદનાર સંખ્યાબંધ વિદ્યાર્થીઓના કોન્ટેક સામે આવ્યા છે. જેમની પૂછપરછ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાથે જ આ ગુનાના ફરાર અન્ય આરોપીઓની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે. જો કે આ તપાસમાં પણ અનેક સારા સારા ઘરની છોકરીઓનાં નામ ખુલ્લે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube