ભુટાનમાં ભારતનું RuPay Card લોન્ચ, મોદી બોલ્યા, દરેક દેશને આવો પડોશી જોઈએ છે

2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વિદેશ યાત્રામાં ભુટાન ગયા હતા 
 

ભુટાનમાં ભારતનું RuPay Card લોન્ચ, મોદી બોલ્યા, દરેક દેશને આવો પડોશી જોઈએ છે

થિમ્પુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ભુટાન યાત્રા પર શનિવારે રાજધાની થિમ્પુ પહોંચ્યા હતા. અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભુટાનના વડાપ્રધાન ડો. લોતે શેરિંગે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ભુટાનમાં ભારતના RuPay Card લોન્ચ કર્યું છે. નોટબંધીના સમયે ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતે આ સિસ્ટમ લોન્ચ કરી હતી. હવે ભુટાનમાં પણ આ કાર્ડ લોન્ચ કરાયું છે. 

આ અગાઉ વડાપ્રધાન મોદી અને ભુટાનના વડાપ્રધાને 'Plaque of the Ground Station for South Asian Satellite' પ્રોજેક્ટનું ઉ્દઘાટન કર્યું હતું. બંને નેતાઓએ ભારત-ભુટાન હાઈડ્રોપાવર કો-ઓપરેશનના 5 દાયકા પુરા થવાના પ્રસંગે સંયુક્ત રીતે એક સ્ટેમ્પ ટિકિટ પણ રિલીઝ કરી હતી. 2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ભુટાનની યાત્રા કરી હતી. 

130 કરોડ ભારતીયોના હૃદયમાં ભુટાન વસે છે
આ પ્રસંગે લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, મારા છેલ્લા કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન તરીકે મારી પ્રથમ યાત્રા માટે મેં ભુટાનને પસંદ કર્યું હતું. 130 કરોડ ભારતીયોના હૃદયમાં ભુટાન વસે છે અને તેનું એક વિશેષ સ્થાન છે. આ વખતે પણ મારા બીજા કાર્યકાળમાં ભુટાન આવીને હું ખુબ જ આનંદિત છું. 

ભારત અને ભુટાનના સંબંધ બંને દેશોના લોકોની પ્રગતિ, સંપન્નતા અને સુરક્ષા સંયુક્ત હિતો પર આધારિત છે. ભુટાનની પંચવર્ષિય યોજનાઓમાં ભારતનો સહયોગ તમારી ઈચ્છાઓ અને પ્રાથમિક્તાઓના આધારે ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. 

પીએમ મોદીએ કહ્યું કે, આજે અમે RuPay કાર્ડ લોન્ચ કર્યું છે અને અમને ખુબ જ આનંદ છે. તેનાથી ડિજિટલ ચુકવણી, વેપાર તથા પ્રવાસનમાં આપણાં સંબંધ વધુ ગાઢ બનશે. ભુટાન નરેશની બુદ્ધિમત્તા અને દુરંદર્શિતાએ લાંબા સમય સુધી આપણા દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કર્યું છે. તેમના વિઝનને દુનિયા સમક્ષ એક ઉદાહરણ તરીકે પ્રસ્તુત કર્યું છે કે, જેમાં વિકાસને આંકડાથી નહીં પરંતુ ખુશીઓથી માપવામાં આવે છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news