સ્માર્ટફોન ચલાવતા આવડે છે, પણ ગુજરાતના આ જિલ્લાના વિદ્યાર્થી ધોરણ-2નો પાઠ પણ વાંચી શક્તા નથી
Annual Status of Education Report 2023 : દેશમાં 14થી 18 વર્ષના 25% વિદ્યાર્થીઓ નથી વાંચી શકતા માતૃભાષા... એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં મોટો ખુલાસો... 36 રાજ્યના 28 જિલ્લામાં હાથ ધરાયો હતો સર્વે...
Trending Photos
Pratham Education Foundation ASER Report 2023 Updates : દેશમાં શિક્ષણનું સ્તર કથળ્યુ છે, તે શિક્ષણનો સરવે કરાવ્યા બાદ માલૂમ પડ્યું. દેશમાં 25 ટકા વિદ્યાર્થીઓ માતૃભાષા વાંચી શક્તા નથી. 14થી 18 વર્ષના 25 ટકા વિદ્યાર્થીને વાંચવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામીણ ભારતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ ચિંતાજનક છે. જેનો ખુલાસો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજન્યુકેશન રિપોર્ટમાં થયો છે. આ સરવેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાને આવરી લેવાયો હતો. જેનો રિપોર્ટ પણ ચોંકાવનારો છે.
મહેસાણાનો રિપોર્ટ શુ આવ્યો
બિન સરકારી સંસ્થા પ્રથમાનો દેશની શિક્ષા સ્થિતિનો વાર્ષિક રિપોર્ટ જાહેર થયો છે. મહેસાણા જિલ્લાની ગ્રામીણ શાળાઓના 12.75 ટકા બાળકોને વાંચતા નથી આવડતું. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023 માં આંકડા જાહેર કરાયા છે. જેમાં મહેસાણા જિલ્લામાં 60 ગામોમાં 1301 વિદ્યાર્થીઓનો સરવે કરાયો હતો. જેમાં સામે આવ્યું કે, આ જિલ્લામાં ધોરણ 3 ના 12.7 ટકા વિદ્યાર્થીઓને માતૃભાષા વાંચતા આવડતી નથી. 48.7 ટકા વિદ્યાર્થીઓ અંક ગણિતમાં કાચા છે. 63.9 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી શક્યા, 36.1 ટકા ને અંગ્રેજી વાંચતા આવડતું નથી. પરંતુ તેની સામે 97.1 ટકા બાળકોને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા આવડે છે.
બિનસરકારી સંસ્થા પ્રથમા દ્વારા વર્ષ 2005 થી આ પ્રકારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં બાળકોની સ્કૂલમાં શિક્ષણની સ્થિતિ અને મૂળભૂત વાંચવા લખવાની આવડત, આંકડાકીય જ્ઞાન વગેરે અનેક પાસાંઓનો સમાવેશ કરાયે છ. વર્ષેમાં બે વાર સરવે કરીને અહેવાલ જાહેર કરવામા આવે છે. 36 રાજ્યોના 28 જિલ્લામાં સરવે હાથ ધરાયો હતો, જેમાં ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લો આવરી લેવાયો હતો. 14થી 18 વર્ષના વયજૂથના 34,745 યુવાનોને આવરી લેવાયા હતા.
આ વર્ષની શરૂઆતમાં આવેલ રિપોર્ટ કહે છે કે, શાળાએ નહીં જતા 18 વર્ષના વિદ્યાર્થીઓનું પ્રમાણ 32.6 ટકા થયું છે. શાળાએ નહીં જતા 14 વર્ષના 3.9 ટકા વિદ્યાર્થી છે. તો શાળાએ નહીં જતા 18 વર્ષના 32.6 ટકા વિદ્યાર્થી થયા છે.
દેશમાં સરેરાશ 17થી 18 વર્ષના 86.8 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 25 ટકા વિદ્યાર્થીને માતૃભાષામાં ધોરણ 2 ના સ્તરનું વાંચન પણ નથી આવડતું. મહેસાણામાં 14થી 18 વર્ષના 85.2 ટકા બાળકોને વાંચન આવડતું જ નથી. 14થી 18 વર્ષના 85.2 ટકા બાળકો ધોરણ 2ના પુસ્તક વાંચી શક્તા નથી.
બાળકો સ્માર્ટફોનના આદિ થયા
પ્રથમા દ્વારા કરાયેલો આ સર્વે બતાવે છે કે, વાંચનની ક્ષમતામાં ગુજરાતના બાળકોની ચિંતાજનક સ્થિતિ છે. સાથે જ સ્માર્ટફોનનું વળગણ પણ બાળકોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સરવેમાં ધોરણ 14 થી 18 વર્ષના બાળકોની વાંચનની ક્ષમતા, ગણિત, અંગ્રેજીની સમજ, ડિજીટલ ટાસ્ક, ડિજીટલ અવેરનેસ જેવા પાસાઓ પર સરવે કરાયો હતો. જેમાં મહેસાણાનો સરવે પણ ચોંકાવનારો છે. મહેસાણામાં કરાયેલા સરવેમાં સામે આવ્યું કે, 97.1 ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, છતા બાળકો અશિક્ષિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે